કપાયેલો પતંગ લેવા મામલે રવિ ઝરીયા પર બે શખ્સનો છરીથી હત્યાનો પ્રયાસ - At This Time

કપાયેલો પતંગ લેવા મામલે રવિ ઝરીયા પર બે શખ્સનો છરીથી હત્યાનો પ્રયાસ


મકરસંક્રાંતીને દિવસે ગોંડલ રોડ મામલતદાર કચેરી પાસેના ચોકમાં કપાયેલા પંતગ બાબતે ઝઘડો થતાં યુવક પર છરીથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બનાવ અંગે માલવીયાનગર પોલીસે આ બનાવમાં ગોંડલ રોડ રામનગર મેઇન રોડ સદ્દગુરૂ પ્રોવિઝન સ્ટોર સામે લોધેશ્વર સોસાયટી-5માં રહેતાં રવિ નવલસિંહ ઝરીયા (ઉ.વ.30)ની ફરિયાદ પરથી રવિ અને નઇમ નામના શખ્સો સામે આઇપીસી 307, 504, 323, 114 મુજબ ગુનો નોંધ્યો છે. રવિ એ વધુમાં જણાવ્યું હતું કે, મકરસંક્રાંતની સાંજે સાતેક વાગ્યે રોડ પર કપાયેલો પતંગ લઇને જતો હતો ત્યારે ઘસી આવેલા રવિ અને નઇમે આ પતંગ મામલે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી છરીથી હુમલો કરી પેટમાં છરીનો ઘા મારી દેતાં ગંભીર ઇજા થતાં સારવારમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.બનાવની ફરિયાદ પરથી પીઆઇ આઇ.એન. સાવલીયા, શૈલેષભાઇ નેચડા સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.