રાજકોટમાં રવિવારે સિઝનનું સૌથી નીચું 8.4 ડિગ્રી તાપમાન, બુધવાર સુધી કોલ્ડવેવ રહેશે
ગુરુવારથી ઠંડીનો પારો 10 ડિગ્રી ઉપર પહોંચશે, સૂકા ઠંડા પવનો ફૂંકાતા જનજીવન પ્રભાવિત
રાજકોટમાં રવિવારે 8.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે સિઝનનું સૌથી નીચું તાપમાન હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ બુધવાર સુધી કોલ્ડવેવ રહેશે અને ગુરુવારથી ઠંડીનો પારો ડબલ ડિજિટમાં પહોંચે તેવી સંભાવના છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા અને સૂકા ઠંડા પવનો ફૂંકાતા ઠંડી અને ઠાર બન્ને જોવા મળ્યા હતા અને જનજીવન પ્રભાવિત બન્યું હતું. જોકે ગત સિઝનની સરખામણીએ સિંગલ ડિજિટમાં તાપમાન 28 દિવસ મોડું છે. 17 ડિસેમ્બર 2021ના રોજ રાજકોટમાં તાપમાન 9.2 ડિગ્રી હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.