રાજકોટમાં વેપારી બેંકમાં 500ની 26 નોટ જમા કરાવવા આવ્યા, 25 નોટ નકલી નિકળી - At This Time

રાજકોટમાં વેપારી બેંકમાં 500ની 26 નોટ જમા કરાવવા આવ્યા, 25 નોટ નકલી નિકળી


રાજકોટની એક્સિસ બેંકમાં 500ના દરની 31 નકલી નોટો પકડાઈ હતી. જે અંગે એ. ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. યાજ્ઞિક રોડ પર લગેજ પોઈન્ટ નામે પેઢી ચલાવતા સંદિપ સાપરિયા પોતાના બેંક ખાતામાં 500ના દરની 26 નોટ જમા કરાવવા આવ્યા હતા તેમાંથી 25 નોટ નકલી નિકળી હતી. જ્યારે એટીએમમાં 6 નકલી નોટ જમા કરી હતી. આમ 31 નોટ નકલી નિકળતા તેને કોણે આ નોટો આપી તે અંગે હાલ અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.