માર્ગ અકસ્માત એક વૈશ્વિક સમસ્યા છે. તેને નિવારવા અંગે સરકારશ્રી દ્વારા અનેક પ્રયાસો હાથ ધરી દરેક વાહનચાલકોને અકસ્માત નિવારવા માટેના અવેરનેસ કાર્યક્રમો થકી માહિતગાર કરવામાં આવી રહ્યા છે
ભારત સરકાર દ્વારા માર્ગ અકસ્માતની સંખ્યામાં ઘટાડો કરવાનાં ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જિલ્લા ટ્રાફિક પોલીસ, ભાવનગર તેમજ આર.ટી.ઓ., ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે ૩૩ માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનાં આયોજન કરવામાં આવ્યું હતું
તા.૧૧ થી ૧૭ જાન્યુઆરી સુધી આ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ચાલી રહ્યું છે ત્યારે સિહોરખાતે ભાવનગર આર.ટી.ઓ,ટ્રાફિક, ટ્રાફિક ટ્રેનર અજયસિંહ જાડેજા તથા સિહોર પોલીસ દ્વારા સિહોર બસ સ્ટેન્ડ ખાતે ટ્રાફિક સપ્તાહ ના ભાગરૂપે આયોજન કરાયું . માર્ગ સલામતી બાબતે કાળજી રાખવી એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે.ત્યારે ટ્રાફિક અંગે અવેરનેસ આવે અને લોકો જાગૃત થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં જે.ટી. દેસાઈ, ડી.એ.દેસાઈ,સિહોર પી.આઈ ભરવાડ સાહેબ સહીતનાઓ ઉપસ્થિત રહી લોકોને માર્ગદર્શન આપ્યું હતું રીપોટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.