અમદાવાદ ની જી બી શાહ કોલેજ માં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી - At This Time

અમદાવાદ ની જી બી શાહ કોલેજ માં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી


તા:-૧૨/૧/૨૦૨૩
અમદાવાદ

અમદાવાદ કેળવણી ટ્રસ્ટ સંચાલિત જી. બી. શાહ કોમર્સ કોલેજ તથા અમદાવાદ આર્ટસ એન્ડ કોમર્સ કોલજ, વાસણાના સંયુક્ત ઉપક્રમે તા. ૧૨-૦૧-૨૦૨૩ ને ગુરુવારે યુવાનોના આદર્શ અને સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિથી પરિચિત કરાવનાર સ્વામી વિવેકાનંદજીની ૧૬૦ મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. યુગપુરુષ એવા સ્વામી વિવેકાનંદજીના જીવનમાંથી આજના વિદ્યાર્થીઓ પ્રેરણા લઇ શકે તે હેતુથી “સ્વામી વિવેકાનંદ – યુવાનોના આદર્શ” વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તાશ્રી નિરવભાઈ રાવલ (ગુજરાત યુનિવર્સીટી) દ્વારા વિવેકાનંદજીના જીવનના અનેક પ્રસંગો ટાંકીને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં સ્વામીજીના વિચારો કેટલા પ્રસ્તુત છે તે અંગે મનનીય પ્રવચન દ્વારા સ્વામી વિવેકાનંદજીના વિચારોને જીવનમાં ઉતારીને આજનો વિદ્યાર્થી કેવી રીતે દેશ તથા સમાજને નેતૃત્વ પૂરું પાડી શકે તે વિષે ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યક્રમના પ્રારંભે વક્તાશ્રીને આવકારતા જી. બી. શાહ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. વસંતભાઈ જોષીએ સ્વામી વિવેકાનંદજીના યુવાનો માટેના અવતરણો ટાંકીને આજનો યુવાન કેવી રીતે તેમના વિચારોને આત્મસાત કરીને સાચા અર્થમાં રાષ્ટ્રીય યુવાધન બની શકે તે બાબતે ચર્ચા કરી હતી. અમદાવાદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. એમ. આર. પ્રજાપતિ, સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. કબીર મન્સુરીએ કર્યું હતું.

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.