સંક્રાંતે 12થી 15 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે
આજે પણ પવનની ગતિ આખો દિવસ વધારે રહેશે જોકે દિશા આથમણી હશે.
મકરસંક્રાંતિને માત્ર એક જ દિવસ બાકી રહ્યા છે અને ત્યારે પતંગ કેવી ચગશે તેને લઈને પતંગબાજો ખૂબ જ ઉત્સાહી હોય છે. ઘણા લોકો પવનની ગતિના આધારે પતંગની ખરીદીનો આગ્રહ પણ રાખે છે. આ તમામ ઉપરાંત જો પવન હોય તો જ સંક્રાંતની મજા લેવાય છે, ઘણી વખત એવું પણ બન્યું છે કે, ઝાકળ અથવા તો પવનની ગતિ નહિવત હોવાને કારણે અડધા અડધા દિવસની સંક્રાંત લોકોની બગડી હોય અને પતંગની મોજ ન માણી શક્યા હોય. જોકે આ વખતે આખો દિવસ પતંગ ચગાવી શકશે તેવી શક્યતા વેધર એક્સપર્ટ એન.ડી. ઉકાણીએ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.