શિવ શક્તિ શાળા સામખિયાળી ખાતે કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી - At This Time

શિવ શક્તિ શાળા સામખિયાળી ખાતે કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી


પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામખિયાળી માં આવતા સબ સેન્ટર ૨ ના વિસ્તારની શિવ શક્તિ શાળા ખાતે આરોગ્ય સ્ટાફ દ્વારા રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કાર્યક્ર્મ યોજવા માં આવ્યો. જે તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંહ તેમજ પી.એચ.સી સામખીયારી મેડિકલ ઓફિસર ડો. સુનીલ જાની ના માર્ગદશન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પી એચ સી ના મેલ સુપરવાઇઝર ધવલભાઈ ,મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર રાજુભાઈ,કિશોર સ્વાસ્થ્ય સલાહકાર કિરેન કુમાર પાતર, સી.એચ.ઓ પાયલબેન , ફિમેલ હેલ્થ વર્કર હેતલ બેન , શાળાના આચાર્યશ્રી , આશાબેનો તેમજ આર. બી. એસ. કે. ડૉ. મીના બેન, ડૉ. આકાશ પાંડોર તેમજ શાળાના સ્ટાફ ગણ અને શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમાં કિશોર કિશોરીઓને શારીરિક માનસિક,ભાવનાત્મક ફેરફાર વિષે સમજ કિશોરીઓને જાતિય અંગ,માસિક ચક્ર તથા માસિક ચક્ર મા કેવી રીતે સ્વચ્છતા રાખવીતે સમજણ આપવમા આવી, સિકલ સેલ રોગ, રક્તપિત્ત રોગ, પોષણ, વ્યક્તિગત સ્વચ્છતા, એનિમિયા, વિષે સમજ આપવમા આવી, સ્વરક્ષણ તેમજ માનસિક સ્વાસ્થ્ય, ખરાબ ટેવો, ધૂમ્રપાન નહીં કરવુ તેણા વિશે સમજ આપવમા આવી શાળામાં અભ્યાસ કરતા બધા કિશોર કિશોરીનું HB તપાસ તથા બ્લડ ગ્રુપ તપાસ કરવામાં આવ્યું તેમજ ધવલભાઇ તેમજ રાજુભાઈ દ્વારા વાહક જન્ય રોગો વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ અને આરબીએસકે ટીમ દ્વારા વિદ્યાર્થીને ચશ્મા નું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્ર્મમાં 50 વિદ્યાર્થીઓના લોહીની તપાસ કરવામાં આવી હતી જેમાં ઓછું એચ.બી. વાળા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું . તમામ વિધાર્થીઓને નાસ્તો આપવામા આવ્યા હતો.

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો-9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.