પોરબંદરમાં એક ૧૫ વર્ષના તરૂણ પર એક શખ્સે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં પ૦૦ રૂપીયાની લાલચ આપી આ દુષ્કર્મ કરાયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. - At This Time

પોરબંદરમાં એક ૧૫ વર્ષના તરૂણ પર એક શખ્સે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં પ૦૦ રૂપીયાની લાલચ આપી આ દુષ્કર્મ કરાયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.


૧૫ વર્ષનાં કિશોર સાથે હેવાનિયત: પ૦૦ની લાલચ દઇ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય

પોરબંદરમાં એક ૧૫ વર્ષના તરૂણ પર એક શખ્સે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં પ૦૦ રૂપીયાની લાલચ આપી આ દુષ્કર્મ કરાયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના ચોપાટી નજીક ઝુંપડપટ્ટીમાં રહેતો એક ૧૫ વર્ષની વયનો તરૂણ શિતલા ચોક વિસ્તારમાં નિ:શુલ્ક ભોજન પ્રસાદી લેવા માટે ગયો હતો. એ દરમિયાન ચોપાટી નજીક જ રહેતા અજય સોલંકી નામના શખ્સે આ તરૂણને જણાવ્યું હતું કે "પાંચસો રૂપીયા કોઈ દાતા દ્વારા આપવામાં આવે છે તેથી મારી સાથે ચાલ” આથી તરૂણ તેની સાથે ગયો હતો, પરંતુ આ શખ્સ તેને ખારવાવાડ વિસ્તારમાં નવા બની રહેલા એક બિલ્ડીંગમાં લઈ ગયો હતો અને ત્યાં તરૂણ સાથે બળજબરી કરી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. આથી હતપ્રભ બની ગયેલા તરૂણે પોતાના ઝુંપડા પર પહોંચી ઘરે વાત કરી હતી. ત્યારે પરિવારજનોએ તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો. તો આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા કીર્તિમંદિર પોલીસે આરોપી અજય સોલંકી સામે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટના જે સમયે બની હતી ત્યારે તરૂણે બુમાબુમ મચાવતા અન્ય એક વ્યકિત ત્યાં આવી જતાં ગભરાયેલો અજય સોલંકી નામનો શખ્સ ભાગવાની કોશિષ કરી દિવાલ ટપી ગયો હતો. તે સમયે અન્ય વ્યકિતએ આ શખ્સને પકડી લાફાવાળી કરી હોવાનું પણ તરૂણે જણાવ્યું હતું.
બીજી તરફ બનાવ બન્યાં બાદ તરૂણને તેના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. જયાં લોકોએ તેની સાથે બનેલી દુર્ઘટના અંગે તેના પરિવારને જાણ કરતાં હેવાનિયત બારામાં કિર્તીમંદિર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી અજય સોલંકીને ઝડપી લેવા માટે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.