જીલ્લામાં વ્યાજખોરો સામે કડક પગલા ભરવા પોલીસ તંત્ર સજજ - At This Time

જીલ્લામાં વ્યાજખોરો સામે કડક પગલા ભરવા પોલીસ તંત્ર સજજ


તા.12/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજ ખોરો નો આંતક સતત વધતો જઈ રહ્યો છે ત્યારે આ વ્યાજખોરી ડામવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ મેદાને આવી છે ત્યારે હાલની પરિસ્થિતિમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ વ્યાજખોરોના ત્રાસથી અનેક ઘર બરબાદ થઈ ચૂક્યા છે અને અનેક પરિવારોએ પોતાના સ્વજનો ખોયા છે કારણ કે વ્યાજ ના વિષ ચક્ર માં ઘેરાયા બાદ નીકળવું ખૂબ કઠિન બનતું હોય છે અને પરિણામે વ્યાજવે લીધેલા નાણા પરત ન આપી શકતા કાતો ગામ મૂકવું પડે છે અથવા છેલ્લે આત્મહત્યા જેવું પગલું વ્યાજે લીધેલા લોકો ભરતા હોય છે ત્યારે હાલની પરિસ્થિતિમાં ગૃહ મંત્રી હર્ષકુમાર સંઘવીના આદેશથી સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે અને આ મામલે પોલીસ તંત્ર પણ કામે લાગ્યું છે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોથી પીડિત લોકો માટે એક તક પોલીસને કાર્યક્રમ યોજવામાં આવ્યું છે તેમાં તો વ્યાજખોરોના ત્રાસથી પીડિત લોકોએ રજૂઆત કરી છે અને પોલીસે સકારાત્મકતા દેખાડી અને ગુનો દાખલ કરવાની તજ વીજ પણ હાથ ધરી છે અને વ્યાજખોરો સામે કાર્યવાહી કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે પરંતુ વધુ મજબૂતાઈથી વ્યાજખોરિ સુરેન્દ્રનગર જિલ્લામાં નાબૂદ કરવા માટે ફરી એક વખત જિલ્લા પોલીસ મેદાને આવ્યું છે રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવના આદેશથી આજે ફરી સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પોલીસ સર્કિટ હાઉસ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રેન્જ આઈજી અશોકકુમાર યાદવ પણ ઉપસ્થિત રહ્યા છે અને વ્યાજ ખોરો ના ત્રાસથી પીડિત લોકોની ફરિયાદ સાંભળી છે અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાના આદેશ પોલીસ તંત્રને આપી દેવામાં આવ્યા છે પોલીસ ફરિયાદ દાખલ કરી અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે ત્યારે આ મામલે રાજકોટ રેન્જ આઈ જી અશોકકુમાર યાદવ ચોટીલા ખાતે આવેલા પોલીસ સર્કિટ હાઉસ ખાતે હાજર રહ્યા છે ત્યારે જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના લોકો ત્યાં એકઠા થઈ અને રેન્જ આઈ. જી અશોકકુમાર યાદવને જ વ્યાજખોરો સામેની રજૂઆત કરી છે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ આશા વ્યક્ત કરી છે. અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરોના ત્રાસથી પીડિત લોકોના નિવેદનો લઈ ફરિયાદ દાખલ કરવાની તજવીજ પણ પોલીસ વિભાગે હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.