બાલાસિનોર રૈયોલી ગામે ફોરેસ્ટ ની જમીનમાં દીવાલ નું કામ કરતાં કોન્ટ્રાક્ટર લાખો રૂપિયાનું ફૂલેકું ફેરવીને ફરાર
કોન્ટ્રાક્ટર બહારગામનો હતો પરંતુ વિશ્વાસ કેળવીને વિશ્વાસઘાત કર્યો
મજૂરો તેમજ પોતે ઉધારમાં કરિયાણું તેમજ રોકડા લેતા હતા
પહેલો વિશ્વાસ કેળવ્યો પછી વિશ્વાસઘાત કર્યો અને ફરાર થઈ ગયા
આરોપીના આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અરજદાર પાસે છે
કરિયાણાની દુકાનના માલિક અરવિંદભાઈ મોહનભાઈ મહેરા ઉધારમાં કરિયાણું તેમજ પાણીનું ટેન્કર આપતા હતા
પ્રાપ્ત થતી વિગત અનુસાર બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે ફોરેસ્ટ વિભાગની જમીન આવેલી છે અને ડાયનાસોર ના અવશેષો પણ મળી આવેલ છે તેની જાળવણી કરવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા જમીનની અંદર બાઉન્ડ્રી બનાવવાનું કામ ચાલે છે અને કોન્ટ્રાક્ટર તરીકે તરલભાઇ ચૌધરી નામના ઈસમ છે આ તરલ ભાઈ તેમના હાથ નીચે અન્ય કોન્ટ્રાક્ટર મહંમદ તાજીમ નામના કોન્ટ્રાક્ટર ને કામ આપ્યું હતું અને તે કોન્ટ્રાક્ટર અહીં રૈયોલી ગામે આ કામની દેખરેખ રાખતા હતા અને કામ કરાવતા હતા
આ કોન્ટ્રાક્ટર દ્વારા અરવિંદભાઈ મહેરાની દુકાનેથી ઉધાર કરિયાણું તેમજ તૈયાર ટિફિન તેમજ હાથ સિલક ઉપર રાખવા માટે રોકડ પણ લેતા હતા અને રૂપિયા આપી પણ દેતા હતા આવો વિશ્વાસ કેળવીને હાલ થોડા દિવસ પહેલા અરવિંદભાઈ ને ત્યાં સુધારો ટિફિન તેમજ હાથ સિલક અને પાણીના ટેન્કર ના બાકી નીકળતા રૂપિયા અંદાજિત 65000 જેટલી રકમ લઈને રપૂ ચક્કર થઈ ગયા છે આ આરોપી મહંમદ તાજીમ નું આધારકાર્ડ તેમજ પાનકાર્ડ અને એક ચેક પણ અરવિંદભાઈ પાસે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.