પંડીત દિનદયાળ પ્રાથમિક શાળા નંબર એક માં ઉતરાયણ નિમિત્તે બાળકો દ્વારા કાગળ માંથી પતંગ બનાવવાનું કરવામાં આવ્યું હતું. - At This Time

પંડીત દિનદયાળ પ્રાથમિક શાળા નંબર એક માં ઉતરાયણ નિમિત્તે બાળકો દ્વારા કાગળ માંથી પતંગ બનાવવાનું કરવામાં આવ્યું હતું.


પંડીત દિનદયાળ પ્રાથમિક શાળા નંબર એક માં ઉતરાયણ નિમિત્તે બાળકો દ્વારા કાગળ માંથી પતંગ બનાવવાનું કરવામાં આવ્યું હતું.

પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર -૧,બોટાદ માં ઉતરાયણ નિમિત્તે શાળાના મેદાનમાં વિશાળ પતંગ... નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોટાદ સંચાલિત પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર -૧, બોટાદમાં બાળકોને કાગળ માંથી પતંગ બનાવવાની પ્રવૃત્તિ કરાવવામાં આવેલ. બાળકોને રંગબેરંગી કાગળ શાળામાંથી આપવામાં આવેલ, તેમાંથી બાળકો એ વિવિધ પ્રકારના રંગબેરંગી અલગ અલગ ડિઝાઇન ના પતંગો બનાવેલ. માર્ગદર્શક શ્રી કાંતિભાઈ હમીરાણી દ્વારા શાળામાં વિશાળ ૧૦ ફૂટનો પતંગ બનાવવામાં આવેલ. જેને વિદ્યાર્થી દ્વારા આનંદપૂર્વક નિહાળવામાં આવેલ તેમજ વિદ્યાર્થીઓએ પતંગ સાથે સમૂહ ફોટા પણ પડાવેલ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.