વિજાપુર તાલુકાની તમામ શાળાના વિકલાંગતા ધરાવતાં બાળકો સાથે પતંગોત્સવ નું ઉજવણી કરવામાં આવી - At This Time

વિજાપુર તાલુકાની તમામ શાળાના વિકલાંગતા ધરાવતાં બાળકો સાથે પતંગોત્સવ નું ઉજવણી કરવામાં આવી


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વિજાપુર તાલુકા ની શેઠ જી.સી. હાઈસ્કૂલ,પ્રાથમિક વિભાગ - પિલવાઈ ના આચાર્યા શ્રીમતી કૃણાલબેન ઠાકર દ્વારા બી.આર.સી. ભવન ,વિજાપુર ખાતે શ્રી ભરતભાઈ પટેલની અધ્યક્ષતામાં તાલીમ લઈ રહેલાં વિજાપુર તાલુકાની તમામ શાળાના શારીરિક નિર્બળતા ધરાવતાં અંધ, અપંગ, મૂંગા,બહેરા, માનસિક વિકલાંગતા ધરાવતાં (CWSN) બાળકોની મુલાકાત લેવામાં આવી. આ ઉમદા કાર્ય સાથે તહેવારોની ઉજવણી અંતર્ગત પતંગોત્સવ ની ઉજવણી કરવામાં આવી,બાળકોને પતંગ અને ફિરકીનું વિતરણ તથા પૌષ્ટિક નાસ્તા સાથેનું આયોજન કરવામાં આવ્યું.ખાસ વિશિષ્ટ બાળકો ને યોગ્યતા ધરાવતા શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે,જરૂરિયાત ધરાવતી દીકરીઓને બ્યુટીપાર્લર ની સમજ સાથે તાલીમ તથા કોમ્પ્યુટર ની પણ યોગ્ય તાલીમ અપાઈ રહી છે તે બદલ શ્રી ભરતભાઈ અને તેમની ટીમ ને અભિનંદન આપી આ ઉમદા કાર્ય ને અવિરત રાખવા બેન શ્રી દ્વારા ટીમને પ્રોત્સાહિત કરી આ સેવાયજ્ઞમાં યોગદાન આપવાનું જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.