શ્રી, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ સૌરાષ્ટ્રના લાઠી નગરના રાજવી પરિવારમાં જન્મેલા ઋજુ હૃદયના ઊર્મિશીલ મહામાનવી નો પરિચય શું આપવો ?? કલાપી કહો એટલે બધું આવી ગયું
શ્રી, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ સૌરાષ્ટ્રના લાઠી નગરના રાજવી પરિવારમાં જન્મેલા ઋજુ હૃદયના ઊર્મિશીલ મહામાનવી નો પરિચય શું આપવો ??
કલાપી કહો એટલે બધું આવી ગયું…
વ્યક્તિત્વ એટલે લાગણીઓ નો ઘૂઘવતો દરિયોજ સમજી લો, પોતાના હૃદયની ઉર્મીઓને એક બુકમાં ઉતારે નાનપણથી તેમને રોજનીશી લખવાની ટેવ હતી…
એમણે પોતાની જાતને ક્યારેય કવિ ગણ્યા જ નથી પણ હા ! એ કવિ છે અને માતબર કવિ છે, એ સમયના સાહિત્યના અને જ્ઞાનના પ્રકાંડ પંડિતો પ્રત્યે તેમને વિશેષ આકર્ષણ હતું..
શ્રી,ગોવર્ધનરામભાઈ માધવરામ ત્રિપાઠી(સરસ્વતીચંદ્રના સર્જક)
શ્રી મણીલાલ નભુભાઈ દ્વિવેદી, શ્રી જીવણલાલ દવે એટેલ કવિ - જટીલ,
શ્રી રૂપશંકર ઉદયશંકર ઓઝા એટલે કવિ - સંચિત, શ્રી મણિશંકર રતનજી ભટ્ટ એટલે કવિ - કાન્ત, શ્રી આનંદશંકર ધ્રુવ, હડાળા-બગસરા દરબારશ્રી - વાજસુર વાળા એટલે કવિ સુમન, મસ્તકવિ, ભોળા કવિ આમ બધા સાહિત્યિક મિત્રોની સંગાથે તેમણે પણ પોતાની ઉર્મીઓ ને શબ્દસ્થ કરવાનું શરુ કર્યું હતું…
પોતાના જીવન-પ્રસંગોમાં થી થતી અનુભૂતિ લખીને બધા મિત્રોને વંચાવતા મિત્રોની સલાહ હમેશા પૂરી નિખાલસતા પૂર્વક સ્વીકારતા પોતાની રચનાઓને મઠારતા, છંદ દોષ કે વ્યાકરણ દોષ સુધારતા એમ તેમનો સાહિત્ય પીંડ ઘડાયો...
એમણે પોતાની રચનાઓનું એક પુસ્તક છપાવવાનો નિર્ધાર પણ કર્યો અને ૧૮૯૧ માં પ્રસ્તાવના પણ લખી એ સમયે ભાવનગરના જીવણરામ પ્રેસમાં છપાવવા પણ મોકલ્યો શરૂઆતમાં તેઓ તેમની રચના નીચે, S.T.G એવું ટૂંકનામ લખતા પણ એ સમયે તેમના અંગત-મિત્ર અને લાઠી રાજ્યના નાયબ-કલેકટર શ્રી રુપશંકરભાઈ ઓઝા -કવિ સંચિતની સલાહ થી મધુકર ઉપનામ રાખવા વિચાર્યું અને બીજા કવિમિત્ર શ્રી, જીવણરામભાઈ, કવિ- જટિલએ ''કલાપી'' ઉપનામ સૂચવ્યું બધા મિત્રોને બહુ ગમ્યું ! કલાપી- એટલે મોર અને કેકારવ એટલે મોરના ટહુકાઓ !!
આ બધી ઘટનાઓ 1892 થી 1899 ની વચ્ચે બની છે, માત્ર-થોડા અંગત મિત્રો સિવાય કલાપી વિષે કોઈ જાણતું પણ નહોતું…
અને અચાનક 9-મી જુન 1900ની મધરાતે લાઠીના આ ઠાકોરસાહેબે અચાનક આકસ્મિક વિદાય લીધી…
પ્રજાવત્સલ રાજવીની વિદાય લાઠીના નગરજનોને હચમાચવી મુકે છે કારણકે લાઠીના રાજા તરીકે તેમણે કરેલા પ્રજા-ઉત્કર્ષના કાર્યો….
મિત્રો કલાપી લાઠીના રાજા હતા એ સમયે છપનીયો - દુષ્કાળ સમગ્ર ગુજરાત અને રાજસ્થાન માં પડેલો ,,શ્રી,પન્નાલાલ પટેલની નવલકથા - માનવીની ભવાઈ જેમણે વાંચી છે તેમને ખ્યાલ હશે જ એ પરિસ્થિતિ, સંજોગો, અને માનવીય સંબંધો..
એ સમયે અંગ્રેજ સરકાર પાસે થી રૂપિયા 1,50,000/- નું કરજ ( વ્યાજે લોન) લઈને લાઠીમાં માણસ તો શું ? એક પક્ષી કે પ્રાણી પણ મરે નહિ, તેવી વ્યવસ્થા કરનાર એ પ્રથમ રાજવી હતા…
ઈતિહાસમાં કોઈ રાજાએ પ્રજા માટે લોંન લીધી હોઈ તેવા દાખલા બહુ ઓછા છે !!
પશુ માટે મહારાષ્ટ્રના નાસિકથી ઘાંસ-ચારો અને પ્રજાજનો માટે છેક પંજાબથી ઘઉં અને કરાચીથી સાકર એમ બહુ દુરથી વસ્તુઓ અને પાણી છેક પાલીતાણાથી શેત્રુંજી નદીનું ટ્રેનમાં ટેન્કર ડબા ભરી ભરીને મંગાવ્યું હતું, અને લાઠીમાં સૌથી ઓછી જીવહાની અને ખુવારી થઇ એ માટે રાજા સુરસિંહજીની દીર્ઘ-દ્રષ્ટિ અને લાગણીઓ કારણભૂત બની !!
એજ સમયે ભારતમાં થિયોસોફીકલ સોસાયટીની સ્થાપના થઇ હતી અને કલાપી એના સ્થાપક સભ્ય હતા !!
પ્રથમ અધિવેશન મદ્રાસમાં 1899 આસપાસ બોલાવવામાં આવ્યું હતું બધાનો ખુબ આગ્રહ હતા કે કલાપી હાજરી આપે પણ તેમણે આભારનો પત્ર પાઠવીને શુભેચ્છાઓ મોકલી અને લખ્યું !! મારી પ્રજા જયારે ભયંકર દુષ્કાળનો સામનો કરી રહી છે ત્યારે તેમને છોડીને હું નહિ આવી શકું, પ્રથમ પ્રજા ચિંતન પછી પ્રભુ ચિંતન !!
કલાપીના દેહાવસાન પછી કવિમિત્ર- કાન્ત અને કવિમિત્ર સંચીતના પ્રયાસો અને કલાપીકુમાર, શ્રી જોરાવરસિંહજી ગોહિલ અને શોભનાબાની મહેનત થકી 1903 - માં કેકારવનું પ્રકાશન થયું અને જગત ને ''કલાપી'' વિષે જાણ થઇ…
કેકારવની આજ સુધીમાં 22-આવૃતિઓ બહાર પડી ચુકીછે જે ગુજરાતી સાહિત્ય જગતની વિરલ-ઘટના છે,
અહાહા!! આટલી બધી લોકપ્રિયતા આટલો બધો સ્નેહ અને લોકોનો અદભૂત પ્રેમ કેકારવ અને કલાપીને મળ્યો છે !! અને મળતો રહે છે એ પાછળ પણ તેમણે કરેલા પરમાર્થના કર્યો અને તેમનું પારદર્શી વ્યક્તિત્વ અને તેમની આધ્યાત્મિક ચેતના જવાબદાર છે..
પણ અફસોસ આ પ્રેમ, આ લોકપ્રિયતા, આ સ્નેહને કે કીર્તિને જોવા કે મ્હાણવા તેઓ રહ્યા નહી !! એમને ક્યાં ખબર છે કે તેઓ શું હતા ? એમણે ક્યાં કાંઈ છુપાવ્યું !! એમણે ક્યાં કાઈ આપણી પાસેથી લીધું !! તેમનું જેવું પારદર્શી જીવન એવુ જ કવન તેઓ પ્રેમને માટે જીવ્યા, પ્રેમને માટે મથ્યા, પ્રેમને માટે મર્યા !
માનવીય સંબંધો થી શરુ કરીને પરમાત્માની સાથે અદભૂત પ્રેમ એ એમની શોધ હતી !! જીજીવિષા હતી !!
આત્માનું ખરું સૌન્દર્ય પામી ગયેલા વિરલ વ્યક્તિ એટલે કલાપી, અનલહકનો દાવો કરી પરમાત્મા સાથે એકાકાર થવા નીકળેલા દાર્શનિક કવિ પોતાના સ્વાનુભવ એક ડાયરી માં લખતા ગયા જેના થાકી આજે આપ સુધી આ માહિતી અમે પહોચાડી શકીએ છીએ
આપણે તો એમના કેકારવની મધુર સુધામાં થી અમૃતનું રસપાન કરવાનું છે, આત્મીય - આનંદ લેવાનો છે, નવી નવી અને સાચી સમજ કેળવવાની છે, આનંદથી જીવવાનું છે, જીવતા શીખવાનું છે, જીવી જવાનું છે !!
- રાજેશ પટેલ..
ફોટો આર્ટવર્ક શ્રી એજાઝ સૈયદ સાહેબ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.