રાજકોટમાં બેન્કકર્મીએ દેવું થઇ જતા 30 લાખની લૂંટ થયાની ખોટી સ્ટોરી ઘડી,પોલીસ આવતા પોપટ બન્યો, નાટક કર્યાનું ખુલ્યું - At This Time

રાજકોટમાં બેન્કકર્મીએ દેવું થઇ જતા 30 લાખની લૂંટ થયાની ખોટી સ્ટોરી ઘડી,પોલીસ આવતા પોપટ બન્યો, નાટક કર્યાનું ખુલ્યું


રાજકોટમાં લોકોથી ધમધમતા મિલપરા વિસ્તારમાં કાળી બપોરે જાહેરમાં લૂંટ થયાની ઘટના સામે આવી અને પોલીસ દોડતી થઈ ગઈ પરંતુ જ્યારે પોલીસ ઘટનાના મૂળ સુધી પહોંચે ત્યારે ફરિયાદી જ આરોપી નીકળ્યો.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મિલપરા વિસ્તારમાં બેંકમાંથી એક યુવક રૂ.30 લાખ ભરેલી બેગ લઈને બહાર નીકળે છે અને અચાનક બાઈક પર બે શખ્સો આવે છે અને તેની પાસેથી રૂપિયા ભરેલી બેગ ઝુંટવીને ફરાર થઈ જાય છે. ઘટનાની જાણ થતા ઘટનાની જાણ થતા ડીસીપી, એસીપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવે છે. અને તપાસ શરુ કરી યુવકની પુછપરછ કરે છે ત્યારે આવી કોઈ ચોરી થઈ જ ન હોવાનું સામે આવે છે. હાલ સમગ્ર મામલે પોલીસની તપાસમાં એવું સામે આવ્યું છે કે યુવક બેન્કકર્મી છે અને તેને રૂપિયા 30 લાખનું દેવું થઈ જતા આ પ્રકારે તેણે લૂંટની કાલ્પનિક વાર્તા ઘડીને પોલીસને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.