-કલેકટર જુનાગઢના હુકમની અમલવારી કરાવી વિસાવદર કોર્ટ ને પાર્કિગ બનાવી આપવા ટિમ ગબ્બર ની રજુવાત - At This Time

-કલેકટર જુનાગઢના હુકમની અમલવારી કરાવી વિસાવદર કોર્ટ ને પાર્કિગ બનાવી આપવા ટિમ ગબ્બર ની રજુવાત


અમો ટીમ ગબ્બર ગુજરાતના કાંતિ એચ.ગજેરા તથા વિસાવદર ના એડવોકેટ નયનભાઈ જોશીને સ્થાનિક લોકો અને સંસ્થાઓ દ્વારા માહિતી અને રજૂઆતો મળી છે કે,વિસાવદરમા કલેકટર જુનાગઢના હુકમથી વિસાવદર કોર્ટને પાર્કિંગ માટે જૂનું પોલીસ સ્ટેશન તથા મામલતદાર કચેરીના જર્જરિત જુના ક્વાર્ટર પાડીને આપવા હુકમ કરેલ છે અને આ હુકમ તા.૧૫/૦૭/૨૦૧૩ ના રોજ કલેક્ટર સાહેબે કરેલ છે અને વિસાવદર કોર્ટને પાર્કિંગ માટે જગ્યા ફાળવેલ અને તેના હુકમ મુજબ પ્રાંત અધિકારી સાથે સંકલનમાં રહીને જુના પોલીસ સ્ટેશન વાળી જગ્યા તથા મામલતદાર કચેરીના જુના સ્ટાફ વાળી જગ્યા આપવા હુકમ કર્યાના ૯ (નવ)વર્ષ બાદ પણ આજદિન સુધી કોઈ કાર્યવાહી નહિ કરાતા અને કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલ જર્જરિત પોલીસ સ્ટેશનનું બાંધકામ હટાવવા અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નહિ કરાતા કે જગ્યા ખુલ્લી કરી કોર્ટને કબજો આજદિન સુધી સોપવામાં આવેલ ન હોય અને પાર્કિગ પણ બનાવી આપવામાં આવેલ ન હોય સરકારી અધિકારી અને જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબના હુકમની અમલવારી નહિ કરવા બદલ ફોજદારી કાયદામાં ગુનો દાખલ થઈ શકે તેમ હોવા છતાં આર.એન્ડ બી ના અધિકારીઓને કોઈ હુકમ ન હોય કે તેઓએ કોઈ હુકમનું પાલન કરવાનું રહેતું ન હોય તે રીતે અમલવારી નહિ કરતા જવાબદારોને કાયદાનું પાલન કરવા કલેકટર,પ્રાંત અધિકારી,તથા આર.એન્ડ બી ના અધિકારીઓને તાત્કાલિક સૂચના આપવા તથા વિસાવદર કોર્ટને કલેકટર સાહેબ જુનાગઢના હુકમ મુજબની જ્ગ્યાની ફાળવણી કરી પાર્કિંગ માટેના શેડ ઉભા કરી આપવા અમારી ટિમ ગબ્બરની માંગ છે તેથી ટીમ ગબ્બરની ઉપરોક્ત રજુઆતની ગંભીરતા ધ્યાને લઈ અમારી આ રજુઆત લાગુ પડતા વિભાગમાં પહોંચાડી કાર્યવાહી કરી કરાવી આ પ્રશ્નનું તાત્કાલિક નિવારણ લાવવા ટીમ ગબ્બરની માગણી સાથે રજુઆત છે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.