ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં સિંધી યુવક પર ત્રણ શખ્સનો છરીથી હુમલો - At This Time

ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં સિંધી યુવક પર ત્રણ શખ્સનો છરીથી હુમલો


રેલનગર મેઈન રોડ પર ફ્રૂટના ધંધાર્થી સિંધી યુવકે ઘર પાસે ગાળો બોલતાં ત્રણ શખ્સને ટપારતાં છરી અને ગુપ્તિ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે પ્ર. નગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

બનાવ અંગે મહેશભાઇ સુદામાભાઇ નાવાણી (ઉ.વ.26) (ઘંઘો- વેપાર),(રહે. રેલનગર મેઇન રોડ) એ આરોપી તરીકે સુરો કોળી અને બે અજાણ્યાં શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, પોતે કાલાવાડ રોડ આલાપ માર્કેટમા ફુટની રેકડી રાખી ધંધો કરે છે, ગત રોજ સાંજના તે ઘરેથી નજીકમા આવેલ દુકાને ખારી લેવા ગયેલ હતો ત્યારે તેના ઘરના ડેલાની સામે ત્રણ શખ્સો મોબાઈલ પર કોઈને બેફામ ગાળો આપતાં હતાં,અને તેમને કહેલ કે, તું અમારી સામે કેમ જોવે છે કહેતાં ફરિયાદીએ કહેલ કે, અહીંયા અમારૂ ઘર છે એટલે અહીંયા ગાળો બોલવી નહીં

તેવું કહેતાં ત્રણેય શખસો ઉશ્કેરાયા હતાં અને શખ્સે તેને પકડી સુરાએ માથામાં છરી ઝીંકી હતી અને અન્ય અજાણ્યાં શખ્સે ગુપ્તિથી હુમલો કર્યો હતો. બનાવ સ્થળે દેકારો થતાં તેનો મોટો ભાઈ આવ્યો હતો અને હુમલાખોર પાસેથી છરી પકડી લેતા તેને પણ હાથમાં ઇજા પહોંચી હતી. મારમારીમાં ઇજાગ્રસ્ત યુવકનું રૂ.3400 ભરેલું પાકીટ પડી ગયું હતું. હુમલો કરી ત્રણેય શખ્સો નાસી છૂટ્યા હતાં. ઇજાગ્રસ્ત મહેશને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગેની ફરિયાદ પરથી પ્ર. નગર પોલીસ મથકના એએસઆઈ કે.વી.માલવીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.