રેલનગરના શિવમપાર્કમાં યુવકે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું
રેલનગરના શિવમપાર્કમાં રહેતાં વિનોદભાઈ કાળુભાઇ ઉકેળીયા (ઉ.વ.35) એ અગમ્ય કારણોસર પોતાના ઘરે રૂમમાં જઈ પંખાના હુકમાં દોરડું બાંધી ફાંસો લગાવી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.બનાવ અંગેની જાણ થતાં પ્ર. નગર પોલીસ મથકના પીએસઆઇ ભાગોર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, મૃતક મજૂરીકામ કામ કરતાં અને બે ભાઈઓ તેમજ સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે જોઓ ગતરોજ બપોરે ચાર વાગે પરિવારને રૂમમાં સુવા જાવ છું કહી ગયાં બાદ સાંજના સાત વાગ્યા સુધી બહાર ન આવતા પરિવારે રૂમ ખોલતાં વિનોદભાઈ લટકતાં જોવા મળ્યા હતાં. તેના આપઘાત અંગે પરિવાર પણ અજાણ હોવાનું જણાવ્યું હતું. બનાવથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.