ચાઈનીઝ દોરીનું વેંચાણ કરતાં વધું બે વેપારીને દબોચતી એસઓજી
પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફીરકી સરાજાહેર વેચતા એક શખ્સને પકડી પાડ્યો છે. એસઓજી પીઆઇ જે.ડી. ઝાલાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી રોડ, જય જવાન જય કિસાન મેઇન રોડ પર માટેલ ઇલેક્ટ્રિક નામની દુકાન બહાર એક શખ્સ મંડપ નાખી પતંગ-દોરીની સાથે ચાઇનીઝ દોરીની ફીરકી પણ વેચતો હોવાની એસઓજીને માહિતી મળી હતી . જેના આધારે ટીમ ત્યાં દોડી જઇ મૂળ ગુંદા ગામના હાર્દિક રમેશ રૈયાણી નામના શખ્સને તેના વેપારના સ્થળથી રૂ।.6600 ના કિંમતની અલગ અલગ કુલ 24 ચાઇનીઝ ફીરકી સાથે પકડી કાર્યવાહી કરી છે.
અન્ય એક દરોડામાં ભગવતીપરા, નંદનવન -2 માંથી મુનાવરશા જાવેદશા મોગલને તેના ઘરમાં ચાઈનીઝ દોરી રાખી વેંચાણ કરે છે, તેવી બાતમીના આધારે દરોડો પાડી મકાનમાંથી રૂ।.71700 ના કિંમતની 239 ચાઇનીઝ દોરીની ફીરકી સાથે ઝડપી લઇ ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે તાકીદ કરી છે કે, ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ સામે આકરી કાર્યવાહી થશે. જે અંગે એએસઆઈ ધર્મેશ ખેર, હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ, ફિરોજભાઈ અને કોન્સ્ટેબલ હાર્દિકસિંહે કામગીરી કરી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.