ભાવનગર જિલ્લામાં થયેલ મોબાઇલ ટાવર તથા ટ્રકોની બેટરી ચોરીનાં ગુન્હાઓ શોધી મુદ્દમાલ સાથે કુલ રૂ.૩,૧૧,૦૦૦/-નાં મુદામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ. શીંગરખીયા, પી.બી.જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.
આજરોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલ ચોરીઓનાં ગુન્હાઓ શોધી કાઢવા માટે ખાનગી વાહનમાં ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસ માં હતાં.તે દરમ્યાન *વિઠ્ઠલભાઇ બારૈયા તથા ઘનશ્યામભાઇ ગોહિલ પો.હેડ કોન્સ.,એલ.સી.બી., ભાવનગરનાંઓને સફેદ કલરની ઇકો કાર રજી.નંબર-GJ-04-DN 7870માં મોબાઇલ ટાવરની બેટરીઓ લઇને ત્રણ માણસો કાળાતળાવ તરફથી સનેસ, નિરમા ચોકડી થઇને અમદાવાદ તરફ જઇ રહેલ છે. તે બેટરીઓ તેઓ કયાંકથી ચોરી કરી લાવેલ હોવાની શંકા હોવાની બાતમી આધારે* ભાવનગર, ખેતા ખાંટલી,બજરંગદાસ બાપાની મઢુલી પાસે રોડ ઉપર વોચમાં રહેતાં સફેદ કલરની મારૂતિ સુઝુકી કંપનીની સફેદ કલરની રજી.નંબર- GJ-04-DN 7870માં નીચે મુજબનાં માણસો ઇકો કારની પાછળનાં ભાગેથી નીચે મુજબનાં મુદ્દામાલ બેટરીઓ તથા ઇકો કાર સાથે મળી આવેલ. આ અંગે તેઓ ત્રણેય પાસે પાસે આધાર કે બિલ કે રજી.કાગળો હોય તો રજુ કરવા કહેતાં તેઓ ફર્યુ-ફર્યુ બોલી કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ. તેઓ પાસેથી બેટરીઓ નંગ-૧૧ની કિ.રૂ.૧૧,૦૦૦/- તથા ઇકો કાર કિ.રૂ.૩,૦૦,૦૦૦/- ગણી કુલ રૂ.૩,૧૧,૦૦૦/- નો મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે Cr.P.C. એકટ કલમઃ-૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી તેઓને હસ્તગત કરેલ. આ ત્રણેય ઇસમોની પુછપરછ કરતાં નીચે મુજબની ચોરીઓનાં ગુન્હાઓ કરેલ હોવાની કબુલાત કરેલ. જે ત્રણેય માણસોને આગળની કાર્યવાહી માટે વેળાવદર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.
*પકડાયેલ આરોપીઃ-*
1. હિતેશભાઇ હીરાભાઇ બારૈયા ઉ.વ.૨૭ ધંધો-નોકરી રહે.ભગાદાસ વિસ્તાર, લાખણકા, તા.જી.ભાવનગર
2. ચિરાગ ઉર્ફે બદી ઘુસાભાઇ ગોહિલ ઉ.વ.૧૯ ધંધો-ડ્રાયવીંગ રહે.લાખણકા (થળસર) તા.જી.ભાવનગર
3. ગોવિંદભાઇ મંગાભાઇ દિહોરા ઉ.વ.૨૨ ધંધો-પ્રા.નોકરી રહે.મુળ-ચોક વિસ્તાર,મીઠી વીરડી,તા.તળાજા.જી.ભાવનગર હાલ-બ્લોક નંબર–સી,મંત્રેશ,આવાસ યોજના પાણીની ટાંકી પાસે, ભાવનગર
*પકડવાનાં બાકી આરોપીઃ-*
1. ભોલા અચ્છેલાલ રાજભર રહે.પ્લોટ નં.૧૪૪ સામે,સોસીયા યાર્ડ તા.તળાજા જી.ભાવનગર હાલ-તિલકનગર, ભાવનગર
2. ભરતભાઇ સવજીભાઇ બારૈયા રહે.લાખણકા તા.જી. ભાવનગર
3. ચેતન ભરતભાઇ ડાભી રહે.ખડસલીયા તા.જી.ભાવનગર
*કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-*
૧. કાળા કલરની કાળા તથા લાલ બટનવાળી મોબાઇલ ટાવરની બેટરી નંગ-૧૧ કિ.રૂ.૧૧,૦૦૦/-
૨. સફેદ કલરની ઇકો કાર રજી.નંબર-GJ-04-DN 7870 કિ.રૂ.૩,૦૦,૦૦૦/-મળી કુલ રૂ.૩,૧૧,૦૦૦/-નો મુદ્દામાલ
*શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓઃ-*
૧. વેળાવદર ભાલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૬૨૨૦૨૮૨/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯,૧૧૪ મુજબ
૨. ભરતનગર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૮૨૩૦૦૧૦/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
૩. ઘોઘા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૨૦૨૩૦૦૦૩/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
૪. વેળાવદર ભાલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૬૨૨૦૨૯૨/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
*આરોપી ચિરાગ ઉર્ફે બદી ઘુસાભાઇ ગોહિલનો ગુન્હાહિત ઇતિહાસઃ-*
ગંગાજળીયા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૧૨૨૧૧૧૯/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
*ગુન્હો કરવાની એમ.ઓ.-*
આ આરોપીઓ ઇકો કારમાં મોડી રાતનાં જઇને મોબાઇલ ટાવરની બેટરી તથા રોડ ઉપર પાર્ક કરેલ ટ્રકોની બેટરીઓ તથા કેબલ વાયરની ચોરી કરવાની એમ.ઓ. જણાય આવેલ.
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પો.સબ.ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી. જેબલીયા સ્ટાફનાં વિઠ્ઠલભાઇ બારૈયા,ઘનશ્યામભાઇ ગોહિલ,મહેન્દ્દભાઇ ચૌહાણ, સાગરભાઇ જોગદિયા, વનરાજભાઇ ખુમાણ, સંજયભાઇ ચુડાસમા, હરપાલસિંહ ગોહિલ,પ્રજ્ઞેશભાઇ પંડયા વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.