સાબરકાંઠા જિલ્લામાં-: મકરસંક્રાંતિ તહેવારમાં કાતિલ દોરીથી પશુ-પક્ષિઓને થતી ઈજાઓને બચાવવા
સાબરકાંઠા જિલ્લામાં-: મકરસંક્રાંતિ તહેવારમાં કાતિલ દોરીથી પશુ-પક્ષિઓને થતી ઈજાઓને બચાવવા ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ નાં કર્મચારીઓ એલર્ટ મોડમાં..
ગુજરાત સરકાર અને ઇ.એમ્ આર.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા પી પી.પી મોડલ પર સાબરકાંઠા જિલ્લામા ૧ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હિંમતનગર ખાતે અને કુલ ૧૫ દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાં તાલુકાનાં જુદા જુદા ગામડાઓમાં કાર્યરત છે..
મકરસંક્રાંતિ તહેવારને અનુલક્ષીને તા. ૧૦-૦૧-૨૦૨૩ થી ૨૦-૦૧-૨૦૨૩ સુધી કરુણા અભિયાન ચાલે છે જેમાં હિંમતનગર ખાતે કુલ-૩ એમ્બ્યુલન્સ ની ફાળવણી કરવામાં આવી છે.જે સવારે ૭:૦૦ થી સાંજના ૭:૦૦ વાગ્યા સુધી ટોલ ફ્રી નંબર ૧૯૬૨ કાર્યરત રહેશે.જેમાં આં વર્ષે કુલ ૯૦-૯૫ ઇમરજન્સી કોલ આવવાની સંભાવના છે..
પક્ષીઓ ને સમયસર સારવાર મળી રહે અને પક્ષીઓ નાં જીવ બચાવી શકાય તે હેતુ થી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ ની તમામ ટીમ પૂરતી દવાઓ,સાધનો સાથે સજજ કરવામાં આવી છે..
દરેક જનતાને નમ્ર અપીલ છે કે કોઈ પણ પશુ-પક્ષી ઘવાયેલ દેખાય તો તરત જ ૧૯૬૨ ટોલ ફ્રી નંબર પર કોલ કરવા વિનંતી.
રિપોર્ટર-:
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.