જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ પંચમહાલ દ્વારા આધારકાર્ડ અપડેટ કરવાના બે દિવસીય કેમ્પનું કરાશે આયોજન - At This Time

જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ પંચમહાલ દ્વારા આધારકાર્ડ અપડેટ કરવાના બે દિવસીય કેમ્પનું કરાશે આયોજન


નાગરિકો આગામી તા.૧૧ અને ૧૨ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ડીસ્ટ્રીક્ટ કોર્ટ કેમ્પસ,ગોધરા ખાતે પોતાનું આધારકાર્ડ અપડેટ કરાવી શકશે

ગોધરા તા.૦૯/૦૧/૨૦૨૩

જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ પંચમહાલ-ગોધરા દ્વારા આધારકાર્ડ અપડેટ કરવાના બે દિવસીય કેમ્પનું આયોજન કર્યું છે. આ કેમ્પ ડીસ્ટ્રીક્ટ કોર્ટ કેમ્પસ, ફાસ્ટ ટ્રેક કોર્ટ બિલ્ડીંગ,પંચમહાલ-ગોધરા ખાતે રાખવામાં આવ્યો છે.જે તમામ જાહેર જનતાના લાભાર્થે આયોજન કરાયેલ હોઈ જે વ્યક્તિઓ આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે અધિકૃત હોય તેઓ આ સદર કેમ્પનો લાભ લઈ શકે છે.તારીખ ૧૧.૦૧.૨૦૨૩ અને તા.૧૨.૧.૨૦૨૩ના રોજ સવારના ૧૧-૦૦ કલાકથી સાંજે ૦૬.૦૦ સુધીનો સમય નિયત કરેલ છે. લાભાર્થીઓએ પોતાના જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવા માટે સચિવશ્રી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.