પાલિતાણાનાં શિક્ષકની જિલ્લાકક્ષાનાં એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટીવલમાં સતત આઠમી વખત પસંદગી
પાલિતાણાનાં શિક્ષકની જિલ્લાકક્ષાનાં એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટીવલમાં સતત આઠમી વખત પસંદગી
ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાના શિક્ષક નાથાભાઈ ચાવડાનો સાયકલ ડ્રાઇવિંગ સ્કૂલ નામનો નવતર પ્રયોગ
જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા વર્ગખંડ ગુણવત્તામાં અભિવૃદ્ધિ થાય અને શિક્ષકોને પ્રોત્સાહન મળે એ હેતુથી દર વર્ષે જિલ્લા કક્ષાએથી શરૂ કરી રાજ્યકક્ષા સુધી અને પ્રાથમિક થી પ્રશિક્ષણ સંસ્થાઓ સુધીના શિક્ષકો માટે એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલનુ આયોજન થતું હોય છે. જેમાં ભાવનગર જિલ્લાની પાલિતાણાની શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી નાથાભાઈ ચાવડા દ્વારા સાયકલ ડ્રાઇવિંગ સ્કૂલ નામનો નવતર પ્રયોગ પસંદગી પામતાં સતત આઠમી વખત પોતાનું ઇનોવેશન રજૂ કરશે.
નવી શિક્ષણ નીતિ અને ભાર વગરનુ ભણતર અને મૂલ્ય શિક્ષણ ઉપર વધુ ઘ્યાન આપી બાળકોનાં સર્વાંગી વિકાસ માટે કરેલા નૈતિક પ્રયત્નો દ્વારા ખુબ સારું પરિણામ પ્રાપ્ત થયેલ છે. સતત આઠમાં વર્ષે આ શિક્ષકે પોતાનાં નવતર પ્રયોગની ઇનિંગ શરૂ રાખી છે
સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને અભ્યાસ માટે સાનુકૂળ વાતાવરણ નિર્માણ થાય તે હેતુ માટે રજાનાં દિવસોમાં પણ બાળ આનંદની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. ધોરણ એક થી આઠ સુધીનાં બાળકો આખો મહિનો શાળામાં આવે અને એક પણ દિવસ ગેરહાજરી નાં રાખે તેવા બાળકોને રવિવારના દિવસે સાઇકલ ચલાવવા મળે જેની સાથો સાથ ટ્રાફિકનાં નિયમોની પણ સમજ આપવામાં આવે છે
આમ, આ નવતર પ્રયોગના માધ્યમથી શાળાનાં તમામ બાળકોમાં દસ થી વધુ પ્રકારનાં બદલાવ આવે છે
સતત આઠ વર્ષનો અનુભવ અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં પ્રાધ્યાપકોનાં માર્ગદર્શન થી શ્રી નાથાભાઈ ચાવડા ને રાજ્ય કક્ષાએ પણ પોતાનાં નવતર પ્રયોગ વિદ્યા ક્લિનિકની પસંદગી થયેલી છે
પોતાની શાળા અને બાળકોનાં સર્વાંગી વિકાસ માટે સતત અને સતત મથતાં આ શિક્ષક આવનારા સમયમાં દાતાશ્રી નાં સહયોગથી વિદ્યાર્થીઓ માટે તાલીમ કેન્દ્રો પણ પ્રસ્થાપિત કરશે
આમ, ઘસાઈને ઉજળા થઈએ નો ઉમદા અભિગમ છે. આવા ઉમદા અભિગમો દ્વારા સરકારી શાળાઓમાં બાલકો અભ્યાસ કરવાનું વધુ પસંદ કરે છે
રીપોટર-અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.