મકર સંક્રાતીના તહેવાર દરમ્યાન પ્રતિબંધીત ગેરકાયદેસર ચાયનીઝ દોરીઓના રીલનું વેચાણ કરતા ઇસમને પકડી પાડતી પાળીયાદ પોલીસ ટીમ. :- કામગીરી કરનાર પોલીસ અધિકારી તથા
મકર સંક્રાતીના તહેવાર દરમ્યાન પ્રતિબંધીત ગેરકાયદેસર ચાયનીઝ
દોરીઓના રીલનું વેચાણ કરતા ઇસમને પકડી પાડતી પાળીયાદ પોલીસ ટીમ.
:- કામગીરી કરનાર પોલીસ અધિકારી તથા
કર્મચારીઓ-
(૧) PSI વાય.એ.ઝાલા પાળીયાદ પોલીસ
સ્ટેશન
(૨) ASI હરેશભાઇ ખેરાળીયા પાળીયાદ
પોલીસ સ્ટેશન
(૩) HC હિતેશભાઇ સોલંકી પાળીયાદ પોલીસ
સ્ટેશન
(૪) HG ઘનશ્યાભાઇ ગાબુ પાળીયાદ પોલીસ
સ્ટેશન
(૫) PC મનસુખભાઇ થુલેટીયા પાળીયાદ
પોલીસ સ્ટેશન.
આગામી તા-૧૪/૦૧/૨૦૨૩ ના રોજ મકર સંક્રાતી (ઉતરાયણ) પર્વની ઉજવણી થનાર હોય જે પર્વ નિમીતે પતંગ
દોરાનો વેપાર ધંધો કરતા વેપારીઓ પોતાના આર્થીક ફાયદા સારૂ ચાઇનીઝ માંઝા(દોરા) તેમજ નાયલોન દોરાના
વેપાર ધંધા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ હોય તેમ છતા ચોરી છુપીથી વેપાર
ધંધો કરતા હોય જે સબંધે
બોટાદ જીલ્લા કલેકટર દ્વારા નં.ડીએમ/વશી/૧૮ થી ૩૭/૨૦૨૩ તા-૦૪/૦૧/૨૦૨૩ થી જાહેરનામુ અમલમાં મુકેલ
હોય જે જાહેરનામાની યોગ્ય અમલવારી થાય તે સારૂ મે પોલીસ અધિક્ષક કે.એફ.બળોલિયા સાહેબની સુચના તથા
નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ સાહેબના માર્ગદર્શન હેઠળ પાળીયાદ પોલીસ સ્ટેશનનાં પો.સબ.ઈન્સ
વાય.એ.ઝાલા સાહેબ તથા એ.એસ.આઇ. હરેશભાઇ ખેરાળીયા તથા હેડ કોન્સ. હિતેશભાઇ સોલંકી તથા હેડ
કોન્સ ઘનશ્યામભાઇ ગાબુ તથા પો.કોન્સ મનસુખભાઇ થુલેટીયા પોલીસ સ્ટાફના માણસો સાથે આજરોજ
પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમીરાહે હકીકતના આધારે પાળીયાદ
ટાઉનમાં મેઇન બજારમાં જુની દેના
બેન્ક પાસે આવેલ લારીમાં પ્રદિપભાઇ ભીખાભાઇ ઘોડકીયા (કોળી) ઉ.વ.૨૬ ધંધો ડ્રાઇવીંગ રહે.પાળીયાદ
લીંડીયાના કાંઠે તા-જી.બોટાદ વાળાના કબ્જામાથી ગે.કા.સીન્થેટીક માંજા (ચાઇનીઝ) દોરાની કુલ રીલ નંગ-૨૦
કિ.રૂ.૧૦૦૦/- ની મતાનો મુદામાલ કબ્જે કરી સદર ઇસમ વિરૂધ્ધ ઇપીકો કલમ ૧૮૮ મુજબ કાર્યવાહી કરવામાં
આવેલ છે.
રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ. મોં.78780 39494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.