MGVCLએ શહેરા તાલુકા માંથી 61 જેટલા વીજ ચોરી કરતા ગ્રાહકો સામે કાર્યવાહી હાથ ધરી કુલ રૂ. 6.63 લાખની ચોરી પકડી પાડી
પંચમહાલ
શહેરા તાલુકામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા બે પેટા વિભાગમાં વહેચવામાં આવેલ છે જેમાં પેટા વિભાગ એક અને પેટા વિભાગ બે જેમાં હાલ શહેરા તાલુકામાં વીજ ચોરીના કિસ્સાઓ વધારે પ્રમાણમાં મળી આવ્યા હતા જેને લઈને મધ્ય ગુજરાત વીજ કંપનીના ઉચ્ચ અધિકારી દ્વારા શહેરા ખાતે 13 જેટલી ટીમ મોકલવામાં આવી હતી જે ટીમો શહેરા ખાતે આવેલા સબ સ્ટેશન ખાતે આવી પેટા વિભાગમાં ટોટલ ૮ (આઠ) જેટલી ટીમ જોતરાઈ અને પેટા વિભાગ ૫ (પાંચ) જેટલી ટીમો દ્વારા ચોરી પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી ત્યારે વીજ ચોરીમાં પેટા વિભાગ- ૧ માંથી શહેરા વિસ્તારમાંથી ૧૬ જેટલા વીજ ચોરીના કેસો મળી આવ્યા હતા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી ૨૦ જેટલા વીજ ચોરીના કેસો મળી આવ્યા હતા. જેમાં કુલ ચોરી રકમ ૩.૫૭ લાખ જેટલું પેટા વિભાગ ૧ (એક ) માંથી પકડી પાડવામાં આવ્યા હતા ત્યારે પેટા વિભાગ 2 માંથી ૫ ટીમને ટોટલ 25 જેટલા કેસો મળી આવ્યા હતા જેમાં ટોટલ ચોરીની રકમ 3.6 લાખ જેટલી વીજ ચોરી પકડી પાડી હતી ત્યારે શહેરા તાલુકામાંથી કુલ 61 કેસો મળીને કિંમત રૂ, 6.63 લાખની ચોરી પકડી પાડવામાં આવી હતી
રિપોર્ટર વિનોદ પગી શહેરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.