વિસાવદર સામુહિક આરોગ્યમાં આવેલ ઓક્સિજન પ્લાન્ટ ચાલુ કરાવવા અને કમ્પ્રેસર ચાલુ કરાવી ટાંકી રીપેર કરાવવા ટિમ ગબ્બર ની રજુવાત
અમો ટિમ ગબ્બર ગુજરાતની સ્વૈચ્છીક સંસ્થાના સ્થાપક કાંતિભાઈ ગજેરા એડવોકેટ-સુરત તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશીને વિસાવદર તાલુકા તથા શહેરના લોકો તરફથી રજુઆત મળેલ છે કે,જુનાગઢ જિલ્લામાં વસ્તી અને વિસ્તારમાં સૌથી મોટો વિસાવદર તાલુકો છે આ તાલુકામાં કોરોના કાળમાં રૂપિયા ૫૦હજારના ખર્ચે ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા પ્રજાના હિતમાં આરોગ્યની સુવિધાઓ વધારવા માટે ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરેલ છે પરંતુ તે ઘણા સમયથી બંધ છે કમ્પ્રેસર બંધ છે અને ઓક્સિજનની ટાંકીમાં સ્ટોરેજ રહેતું ન હોય એક દિવસમાં ટાંકી ખાલી થઈ જાય છે હાલ આ પ્લાન્ટ સંપૂર્ણપણે બંધ હોય આ અંગે અવારનવાર ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયેલા નથી અને તાલુકા તથા શહેરની પ્રજા ઓક્સિજન માટે વલખા મારી રહી છે ત્યારે ગુજરાતમાં ડબલ એન્જીન વાળી સરકાર હોય અને આ સરકાર સંવેદનશીલ હોય તાત્કાલિક અસરથી વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આવેલ ઓક્સિજન પ્લાન્ટ ઘણા સમયથી બંધ છે તે તથા કમ્પ્રેસર બંધ છે અને ઓક્સિજનની ટાંકીમાં સ્ટોરેજ રહેતું ન હોય અને તેના કારણે જુનાગઢ તથા રાજકોટ સુધી સારવાર માટે જવું પડતું હોય તેના કારણે આ વિસ્તારની પ્રજા ખૂબ જ પરેશાન છે.અને દૂરના સ્થળે સારવારમાં જવું પડતું હોય તેનાથી પ્રજાને ઘણો મોટો ખર્ચ કરવો પડતો અને સમય પણ બગડતો હોય તથા તાત્કાલિક સારવાર નહિ મળવાથી ઘણું નુકશાન થતું હોય જેથી વિસાવદર ખાતે કાર્યરત સામુહિક આરોગ્ય કેન્દ્ર(સી.એચ.સી.)માં આવેલ ઉપરોક્ત પ્લાન્ટ તાત્કાલિક ચાલુ કરવામાં આવે તો વિસાવદર તથા આજુ બાજુના વિસ્તારના લોકોને ખૂબ જ ઉપયોગી થઈ શકાય તેમ છે અને જો આમ થાય તો તાલુકાભરની જનતા માટે આશીર્વાદ સમાન ગણાશે તથા તાલુકાના આવા દર્દીઓને જુનાગઢ કે રાજકોટ સુધી લાંબુ થવું ન પડે તે માટે સત્વરે વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્રના ઉપરોક્ત પ્રશ્નોનું નિરાકરણ લાવવા અમારી ટિમગબ્બરની રજુવાત છે
રિપોર્ટહરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.