શહેરા નગરમાં મેઈન બજારમાં આવેલ અંબે માતાના મંદિરે પોષી પૂનમ ને લઈને મહાઆરતી તથા કેક કાપી અંબે માતાજીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

શહેરા નગરમાં મેઈન બજારમાં આવેલ અંબે માતાના મંદિરે પોષી પૂનમ ને લઈને મહાઆરતી તથા કેક કાપી અંબે માતાજીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી


શહેરા

અંબે માતાનો જન્મ પોષ સુદ પૂનમના દિવસે ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે શહેરા ખાતે આવેલા મેઈન બજારમાં છેલ્લા કેટલાય વર્ષેથી પોષ સુદ પૂનમના દિવસે મહા આરતી નું આયોજન કરી ને કેક કાપી આંબેમાતાની જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજરોજ પૂનમને લઈને શહેરા નગરમાં મેઈન બજારમાં આવેલ અંબે માતાનું મંદિર નો શણગાર સજી સોળ કળાએ ખીલી ઊઠે એવું શણગારી મહા આરતી તેમજ કેક કાપી રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી હેપ્પી બર્થડે માતાજીના નારા લગાવ્યા હતા જયકાર બોલાવ્યા હતા અને માઇ ભકતો માતાજીની ઉજવણી દરમ્યાન મોટી સંખ્યામાં માઇ ભકતો ઉમટી પડ્યા હતા કેક કાપી મંડળ દ્વારા મહાપ્રસાદ નું પણ આયોજન કરાયું હતું માઇ ભકતો પોષી પૂનમના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
મો8140210077


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.