નદી વિસ્તાર કે જાહેર રસ્તાની ઉપર કચરો ફેકતા ઇસમો પકડાશે તો તેમની સામે દંડનીય કાર્યવાહી -પોલીસ ફરિયાદ કરાશે
નદી વિસ્તાર કે જાહેર રસ્તાની ઉપર કચરો ફેકતા ઇસમો પકડાશે તો તેમની સામે દંડનીય કાર્યવાહી -પોલીસ ફરિયાદ કરાશે
આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદના મુખ્ય માર્ગો તેમજ બોટાદ શહેરી વિસ્તારોમાં સફાઈની કામગીરી પુરજોશમાં
આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે જે અન્વયે બોટાદ શહેરમાં પાળીયાદ રોડ,ભાવનગર રોડ, ગઢડા રોડ, સ્ટેશન રોડ,ખસ રોડ, તુરખા રોડ, સાળંગપુર રોડ, શાકમાર્કેટ તેમજ બોટાદ શહેરી વિસ્તારના વોર્ડ નં.૧ થી ૧૧ માં વોર્ડ વાઇઝ તેમજ બોટાદ શહેરમાં પસાર થતી ઉતાવળી નદી તથા મધુમતીની સફાઈની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે.
બોટાદ નગરપાલિકાની કામગીરીમાં વહીવટદાર તથા ચીફ ઓફિસરના માર્ગદર્શન નીચે સેનેટરી ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ મારફત સતત મોનીટરીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. તેમજ બોટાદ શહેરમાંથી પસાર થતી ઉતાવળી નદી તથા મધુમતી નદીની સફાઈ થયા બાદ નદી વિસ્તારમાં કચરો નાંખવો નહી અને જાહેર રસ્તાની સફાઈ થયા બાદ કચરો ફેકવો નહી તેમ સેનિટેશન ઇન્સ્પેક્ટર ડી.બી.માઢકે બોટાદ શહેરના નાગરિકોને જાહેર અપીલ કરી છે.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, બોટાદ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીઓ દ્વારા નાઇટ ડ્રાઇવ કરી કચરો ફેકનાર કે ગંદકી કરનાર ઇસમોને પકડી કાર્યવાહી કરી રહ્યાં છે જે અન્વયે નદી વિસ્તારમાં કચરો નાખતા કે જાહેર રસ્તાની ઉપર કચરો ફેકતા ઇસમો પકડાશે તો તેમની સામે દંડનીય કાર્યવાહી કે પોલીસ ફરિયાદ કરવામં આવશે જે અંગેની ખાસ નોંધ લેવા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી,બોટાદ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
Report by
Ashraf jangad
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.