ગારીયાધારના સાતપડા ગ્રામ પંચાયત દ્વારા કામમાં બેદરકારી બાબતે લેખીત રજુઆત કરાઇ - At This Time

ગારીયાધારના સાતપડા ગ્રામ પંચાયત દ્વારા કામમાં બેદરકારી બાબતે લેખીત રજુઆત કરાઇ


ગારીયાધાર તાલુકાનાં સાતપડા ગામે ચાલતા પેવાર બ્લોકિંગ કામમાં ગ્રામ પંચાયત દ્વારા ગાઈડલાઇન મુજબ કામકાજ કરેલ ન હોય જેની સાતપડા ગામનાં રહિશ સ્વરાજ ખુટ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને તાલુકા પંચાયત કચેરી ખાતે રૂબરૂ તેમજ મૌખિત રજુઆત પણ કરેલ અને એસ.ઓ અધિકારી દ્વારા સાતપડા ગામે મુલાકાત દરમિયાન રૂબરૂ સ્થળ તપાસ કરેલ અને અમો દ્વારા મૌખિત ફરિયાદ પણ કરેલ હોય

એસ.ઓ દ્વારા રૂબરૂ સ્થળ પર ફોટા પણ લીધેલ જે કામકાજ હજી સુધી સરકારી ગાઈડલાઇન મુજબ કરેલ ન હોય જેની અરજદાર સ્વરાજ ખુટ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આજરોજ લેખિત રાજુઆત કરવામાં આવેલ

અરજદાર સ્વરાજ ખુટે જણાવ્યું હતું કે સાતપડા ગામે ચાલતા પેવર બ્લોકિંગ કામમાં બેદરકારી કરનાર સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરી કામકાજમાં થતી ગેરરીતિ અટકાવવા લેખિત રાજુઆત કરવામાં આવી હતી

સ્વરાજ ખુટ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે અમોની નમ્ર અરજ છે કે જ્યાં સુધી સરકારી ગાઈડલાઇન મુજબ કામ પૂરું કરવામાં ન આવે ત્યાં સુધી પેવર બ્લોકિંગની તમામ ગ્રાન્ટ અને બિલો મંજુર ન કરવાની અરજદાર સ્વરાજ ખુટ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.