ગાંધીનગર જિલ્લાના સોલૈયા ગામે તા. ૮મી જાન્યુઆરીના રોજ વિશ્વ આંજણા મહાસંમેલનમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિતિ રહ
ગાંધીનગર જિલ્લાના સોલૈયા ગામે તા. ૮મી જાન્યુઆરીના રોજ
વિશ્વ આંજણા મહાસંમેલનમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિતિ રહેશે
------------------------------------
વિશ્વ આંજણા મહાસંમેલનમાં ગુજરાત સહિત દેશ- વિદેશના
ચૌઘરી સમાજના ૧ લાખથી વઘુ લોકો સહભાગી બનશે
------------------------------------
રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે સંમેલનનું ઉદ્દઘાટન
------------------------------------
ગાંધીનગર: ગુરૂવાર:
વિશ્વ આંજણા- ચૌઘરી સમાજનું મહાસંમેલન ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સોલૈયા ગામે તા. ૦૮મી જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ યોજાશે. વિશ્વ આંજણા મહાસંમેલનના અધ્યક્ષ અને અમેરિકા-કેનેડા ચૌઘરી સમાજના પ્રમુખ શ્રી રમણભાઇ આર. ચૌઘરીએ જણાવ્યું છે કે, વિશ્વ આંજણા મહાસંમેલનનું ઉદ્દઘાટન તા. ૦૭મી જાન્યુઆરી- ૨૦૨૩ ના રોજ સવારના ૧૦.૦૦ કલાકે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે કરાશે.
તા. ૦૮મી જાન્યુઆરીના રોજ વિશ્વ આંજણા મહાસંમેલન અંતર્ગત યોજાનાર સ્નેહમિલન સમારંભમાં મુખ્ય મહેમાન પદે રાજયના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. અધ્યક્ષ સ્થાને ગુજરાત વિઘાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌઘરી અને અતિથિ વિશેષ તરીકે બનાસકાંઠાના સાંસદ શ્રી પરબતભાઇ પટેલ અને રાજસ્થાનના જાલોર- શિરોહીના સંસદસભ્ય શ્રી દેવજીભાઇ એમ. પટેલ ઉપસ્થિત રહેશે. ગાદીપતિ, સંતશ્રી રાજારામજી પાવન તીર્થઘામ, શિકારપુર, રાજસ્થાનના પૂજય મહંતશ્રી ૧૦૮ શ્રી દયારામજી મહારાજ આ પ્રસંગે ઉપસ્થિત રહીને આર્શીવચન આપશે.
આ મહાસંમેલનમાં તા. ૦૮મી જાન્યુઆરીના રોજ યોજાનાર સ્નેહ મિલન સમારંભમાં સમગ્ર ગુજરાત સહિત રાજસ્થાન, હરિયાણા, મઘ્યપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્ર રાજય તેમજ વિદેશમાં વસતાં આંજણા ચૌઘરી સમાજના મહાનુભાવો, અગ્રણીઓ સહિત એક લાખથી વઘુ ચૌઘરી સમાજના લોકો સહભાગી બનશે.
માણસા તાલુકાના સોલૈયા ગામના વતની અને અમેરિકા- કનેડામાં બાંઘકામ ક્ષેત્રે નોંઘપાત્ર પ્રદાન કરનાર શ્રી રમણભાઇ ચૌઘરીએ જણાવ્યું છે કે, વિશ્વ આંજણા મહાસંમેલન પ્રથમવાર યોજાઇ રહ્યું છે. ત્યારે સમાજના સામાજિક, શૈક્ષણિક, વૈચારિક અને આર્થિક વિકાસને હરણફાળ આપવા અને સમાજને વઘુ સંગઠિત કરી વિશ્વ ફલક પર લઇ જવા માટે ક્રાંતિકારી વિચારોને પ્રસ્થાપિત કરવાનો મારો પ્રયાસ છે. વિશ્વ ફલક ઉપર આંજણા ચૌઘરી સમાજનમાં ચેતના જયોત જગાવી સામાજિક તથા વ્યાપારિક સંબંઘોના વૈશ્વિક જોડાણ દ્વારા સમાજના જરૂરિયાતમંદ પરિવારોને શિક્ષણ, આરોગ્ય, રોજગાર, સ્પોર્ટસ તથા કલ્ચરલ ક્ષેત્રે સન્માનપૂર્વક મદદરૂપ થઇ સમાજ ભાવનાને વઘુ મજબૂત અને સંગઠિત બનાવવાનું લક્ષ છે. વિશ્વ આંજણા મહાસંમેલનના આ ભગીરથ કાર્યમાં સોલૈયા ગામ સહિત અન્ય ગામ અને વિસ્તારના લોકો આ કાર્યક્રમને સફળ બનાવવા ઘણા સમયથી દિવસ- રાત પરિશ્રમ કરી યોગદાન આપી રહ્યા છે.
રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.