*રોકડ રૂ.૨,૧૫,૩૦૦/- સહિત કુલ રૂ.૬,૬૫,૩૦૦/- નાં મુદ્દામાલ સાથે જુગારનાં અખાડામાં જુગાર રમતાં ૦૩ માણસોને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગાર તથા ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
*ભાવનગર,એલ.સી.બી.નાં પો.હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે,* મયુરસિહ દશરથસિહ ગોહિલ રહે.ગઢુલાવાળા તેનાં કબ્જા-ભોગવટાનાં ભાવપરા રોડ ઉપર આવેલ માલઢોર બાંધવાનાં વંડામા વીલાયતી નળીયાવાળા કાચા મકાનમાં બહારથી માણસો બોલાવી ગંજીપતાનાં પાના વડે પૈસાનો હારજીતનો હાથ કાંપનો જુગાર રમી-રમાડી પોતાનાં આર્થિક લાભ માટે રવજીભાઇ ઉર્ફે ભગત દ્વારા નાળ ઉઘરાવી જુગાર રમવા આવેલ માણસોને સવલતો પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે.’’ જે માહિતી આધારે એલ.સી.બી. સ્ટાફે બાતમીવાળી જગ્યાએ આજરોજ રેઇડ કરતાં ગંજીપત્તાનાં પાનાં-પૈસા વડે હાથ કાંપનો હાર-જીતનો જુગાર રમતાં નીચે મુજબનાં આરોપીઓ-૦૩ *ગંજીપતાનાં પાના,રોકડ રૂ.૨,૧૫,૩૦૦/-,મોબાઇલ નંગ-૪ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા ફોર વ્હીલ તથા ટુ વ્હીલ વાહનો નંગ-૦૬ કિ.રૂ.૪,૩૦,૦૦૦/- મળી કુલ રૂ.૬,૬૫,૩૦૦/-નાં મુદ્દામાલ* સાથે હાજર મળી આવેલ અને અમુક માણસો ભાગી ગયેલ. જે અંગે સોનગઢ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
*પકડાયેલ આરોપીઓઃ-*
1. શીવરાજભાઇ ગભરૂભાઇ ખાચર ઉ.વ.૩૫ ધંધો-ખેતી રહે.પીપરડી તા.ગઢડા જી.બોટાદ
2. રમેશભાઇ હીરાભાઇ ગોલેતર ઉ.વ.૪૫ ધંધો-ખેતી રહે.ચોરા પાસે,ઢસા તા.ગઢડા જી.બોટાદ
3. દેવાયતભાઇ સુરાભાઇ સાંબડ ઉ.વ.૪૨ રહે.નેસડા વિસ્તાર, સણોસરા તા.સિહોર જી.ભાવનગર
*પકડવાનાં બાકી આરોપીઓઃ-*
1. રવજીભાઇ ઉર્ફે ભગત મેરાભાઇ આહિર રહે.પરવાળા તા.ઉમરાળા જી.ભાવનગર
2. ગોવિંદભાઇ જીવાભાઇ કેરાસીયા રહે.લંગાળા તા.ઉમરાળા જી.ભાવનગર
3. ચકાભાઇ રહે.જસદણ જી.રાજકોટ
4. ભુવાભાઇ રહે.જસદણ જી.રાજકોટ
5. ભુપતભાઇ ભરવાડ રહે.ગળકોટડી તા.બાબરા જી.અમરેલી
6. મયુરસિહ દશરથસિંહ ગોહિલ રહે.ગઢુલા તા.સિહોર જી.ભાવનગર
*કબ્જે કરેલ વાહનોઃ-*
1. સફેદ કલરની LXI સ્વીફ્ટ ફોર વ્હીલ રજી નંબર-GJ-23-AH-5141 કિ.રૂ.૨,૦૦,૦૦૦/-
2. કાળા કલરની હ્યુન્ડાઇ કં૫નીની એસન્ટ ફોર વ્હીલ રજી. નંબર-GJ-01-HR-3775 કિ.રૂ ૧,૧૦,૦૦૦/-
3. કાળા કલરનુ સ્પલેન્ડર મો.સા. રજી નંબર-GJ-04-EC-2971 કિ.રૂ ૨૦,૦૦૦/-
4. કાળા કલરનુ લાલ પટ્ટાવાળુ હોન્ડા કં૫નીનુ શાઇન મો.સા. રજી નંબર-GJ-04-DK-1298 કિ.રૂ.૩૦,૦૦૦/-
5. કાળા કલરનુ હોન્ડા કં૫નીનુ શાઇન મો.સા. રજી. નંબર-GJ-33-E-6310 કિ.રૂ ૩૦,૦૦૦/-
6. કાળા કલરનુ હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર મો.સા.રજી.નંબર-GJ-04-ED-9192 કિ.રૂ.૩૦,૦૦૦/-
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ તથા પો.સબ.ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા સ્ટાફનાં અનિરૂધ્ધસિંહ ગોહિલ, જયદાનભાઇ લાંગાવદરા, વનરાજભાઇ ખુમાણ,હિરેનભાઇ સોલંકી, મહેન્દ્દભાઇ ચૌહાણ, સાગરભાઇ જોગદિયા, બીજલભાઇ કરમટીયા, હરિચંદ્રસિંહ ગોહિલ વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.