બોટાદ જીલ્લા પોલીસ દ્વારા લોક દરબાર નુ આયોજન કરાયું - At This Time

બોટાદ જીલ્લા પોલીસ દ્વારા લોક દરબાર નુ આયોજન કરાયું


બોટાદ જીલ્લા પોલીસ દ્વારા લોક દરબાર નુ આયોજન કરાયું

બોટાદ જીલ્લા પોલીસ વડા કિશોરભાઈ બળોળીયા ના અધ્યક્ષ સ્થાને બોટાદ સરકારી હાઇસ્કૂલ ખાતે લોક દરબાર નુ આયોજન કરવામાં આવ્યું હતું ,આ લોક દરબાર બોટાદ જીલ્લા પોલીસ વડા દ્વારા કેહવામા આવ્યું હતું કે મુખ્યતવે બોટાદ જીલ્લા મા વ્યાજખોરો ઈસમ સામે લોકો ને જે કાય ફરીયાદ હોય એ અમારી સમક્ષ રજુ કરે જેથી પોલીસ કાયદેસર ની કાર્યવાહી કરી શકે એ માટે લોકો માં વિશ્વાસ સમ્પન્ન થાય એ માટે લોક દરબાર નુ આયોજન કરવામાં આવ્યું હતું,વધુ માં પોલીસ વડા દ્વારા જણાવવામાં આવ્યું કે બોટાદ જીલ્લા ના ગ્રામ્ય શહેરી વિસ્તાર માં લોકો ને પોલીસ ને લગતા પ્રશ્નો નો હોય કે સજેસન હોય તો અમારી સમક્ષ મુકે જેથી કરીને પોલીસ સંતોષકારક કામગીરી કરી શકે તે માટે પોલીસ દ્વારા લોક દરબાર નુ આયોજન કરવામાં આવ્યું હતું
વિવિધ આગેવાનો પ્રમુખ દ્વારા જીલ્લા પોલીસ વડા સમક્ષ અલગ પ્રશ્ન રજુ કરવામાં આવ્યા હતા જે બાબતે પોલીસ વડા દ્વારા પ્રશ્ન નુ નિવારણ ની બાંહેધરી આપવામાં આવી હતી
આ કાર્યક્રમ માં બોટાદ જીલ્લા પોલીસ વડા કિશોર .એફ .બલોલિયા બોટાદ જીલ્લા ના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા અને બોટાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઈન્દ્રજીતસિંહ જાડેજા હરદેવસિંહ ભાઇ વગેરે કર્મચારીઓ અને દરેક સમાજ ના આગેવાનો પ્રમુખ તેમજ વિવિધ સંસ્થાઓ ના સંચાલક તેમજ નાના મોટા વિવિધ કાર્યકરો હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા

Report, Asraf jangad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.