ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી-અભિયાન” મેળો યોજાયો - At This Time

ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી-અભિયાન” મેળો યોજાયો


नारी समाजस्य कुशल वस्तुकारा

ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી-અભિયાન” મેળો યોજાયો

મહિલાઓનાં સશક્તિકરણ માટે રાજ્ય સરકારની અનેક યોજનાઓ કાર્યરત : કલેક્ટર ડી. કે. પારેખ

મહિલાઓ કુશળ કાર્યશૈલીથી પોતાના ભવિષ્યનું શ્રેષ્ઠ સર્જન કરી શકે છે : મેયરશ્રી કિર્તીબાળા દાણીધારીયા

મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય આયોજિત "બેટી બચાવો બેટી પઢાવો" યોજના તથા “પૂર્ણા” યોજનાનાં સંયુકત ઉપક્રમે “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાનું આયોજન શિશુવિહાર સંસ્થા, ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું.

દિકરીઓના જન્મને વધાવવા તેમજ તેના શિક્ષણને સુનિશ્ચિત કરવા ઉક્ત રાષ્ટ્ર વ્યાપી અભિયાન અંતર્ગત દિકરીઓનાં જન્મ, દેખરેખ (પાલન-પોષણ) અને કોઈપણ પ્રકારનાં જાતિગત (લૈંગિક) ભેદભાવ વિના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તેના શિક્ષણને સુનિશ્ચિત કરી દિકરીઓને સમાન અધિકારો સાથે દેશની સશક્ત નાગરીક બની શકે તે માટે ભારત સરકારશ્રીની થીમ “કિશોરી કુશળ બનો” હેઠળ “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ૧૮૧ એપ્લીકેશન, આઈ.ટી.આઈ. કોર્સ, આઈ.સી.ડી.એસ. અંતર્ગત પૂર્ણા યોજના, કિશોરીઓના આરોગ્યને લગતી વિવિધ યોજનાઓ, એનિમિયાના નિરાકરણ માટે લેવાતા પગલા, કિશોરી તથા બાળકોની સુરક્ષા, મફત કાનૂની સહાય, ઓપન સ્કુલ, મીલેટના મહત્વ અને પોષણ વાટિકા જેવા અનેક વિષયો અને યોજનાઓ વિષે જાણકારી કિશોરીઓ, માતાઓ અને મહિલાઓને આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત કલેકટરશ્રી ડી. કે. પારેખે જણાવ્યું હતું કે મહિલાઓનાં સશક્તિકરણ માટે રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ કાર્યરત છે આવી યોજનાઓનો લાભ લેવો તે આપણી નૈતિક ફરજનો ભાગ છે. આઈ.ટી.આઈ.માં ચાલતા મહિલાલક્ષી કોર્ષ ફુડ પ્રોસેસીંગ, સીવણકામ, ફેશન ડિઝાઇનિંગ થકી આત્મનિર્ભર બની શકાય છે. દીકરી પોતે આત્મનિર્ભર થઇ ૫ હાજર ને ૫૦ હાજરમાં પરિવર્તન કરવાની ક્ષમતાં ધરાવે છે. આ ક્ષમતાં દ્વારા તે સમાજ માં આત્મ-સમ્માન સાથે ખુશાલી ભર્યું જીવન જીવી શકે છે.

મેયરશ્રી કિર્તીબાળા દાણીધારીયાએ જણાવ્યું હતું કે મહિલાઓ કુશળ કાર્યશૈલીથી પોતાના ભવિષ્યનું શ્રેષ્ઠ સર્જન કરી શકે છે પોતાના જીવનનું સંચાલન કઈ રીતે કરવું એ આપણી કુશળતા ઉપર આધારિત છે. ગુજરાત સરકારે તેના માટે અનેક વિધ યોજના ઉપલબ્ધ કરેલ છે. સ્વબચાવ માટે જુડો અને કરાટે જેવા ક્લાસીસ કરી કૌશલ્ય વિકાસ કરી શકાય છે.

આ કાર્યકમમાં ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડયા, શિશુવિહાર સંસ્થાના મંત્રીશ્રી નાનકભાઇ ભટ્ટ, સોશ્યિલ કમિટી ના ચેરમેન શ્રીમતી ઉષાબેન બધેકા, સોશ્યિલ કમિટીના સભ્યશ્રીઓ મૃદુલાબેન પરમાર, મોનાબેન પારેખ, મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી હેતલબેન દુધરેજીયા, પી. ઓ. મેડમ શ્રી શારદાગૌરી દેસાઈ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી કે. એચ મોરિયાણી, SHE ટીમ ના સભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ તથા આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.