રાજકોટ યાર્ડમાં નવા ચણાની આવકો શરૃ ૮૮૦ થી ૧૦૯૮ રૃા.ના ભાવે સોદા પડયા
રાજકોટ યાર્ડમાં આજે પ્રથમવાર શિયાળુ પાકના નવા ચણાની આવકો શરૃ થઇ હતી. નવા ચણાના ભાવ સારા મળતા ખેડુતો ખુશખુશાલ થઇ ગયા હતા.
રાજકોટ યાર્ડમાં આજે નવા ચણાની ૧૩૦ બોરીની આવકો થઇ હતી. ચણા એક મણના ભાવ ૮૮૦ થી ૧૦૯૮ રૃપીયાના ભાવે સોદા પડયા હતા. શિયાળુ પાકમાં ચણાનું આગોતરૃ વાવેતર કર્યુ હોય ચણાની ધીમે-ધીમે આવકો શરૃ થઇ રહી છે. ખેડુતોને ચણાના ભાવ સારા મળતા ખેડુતોમાં ખુશી વ્યાપી ગઇ હતી.
વેપારી સુત્રોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ચણાનું વાવેતર ઓછુ હોય ચણાના ભાવ ખેડુતોને સારા મળશે. ગત વર્ષે સીઝનના પ્રારંભમાં ચણાના ભાવ ઉંચા રહયા બાદ આવકો વધતા ભાવ ઘટી ગયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.