મકર સંક્રાંતિએ ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે એનીમલ હેલ્પલાઇન દ્વારા 'કરુણા અભિયાન–૨૦૨૩’નાં ૭–કંટ્રોલ રૂમનો જીલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના હસ્તે વિધિવત પ્રારંભ કરાશે. - At This Time

મકર સંક્રાંતિએ ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે એનીમલ હેલ્પલાઇન દ્વારા ‘કરુણા અભિયાન–૨૦૨૩’નાં ૭–કંટ્રોલ રૂમનો જીલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના હસ્તે વિધિવત પ્રારંભ કરાશે.


રાજયનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી
મકર સંક્રાંતિએ ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે એનીમલ હેલ્પલાઇન દ્વારા 'કરુણા અભિયાન–૨૦૨૩’નાં ૭–કંટ્રોલ રૂમનો જીલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના હસ્તે વિધિવત પ્રારંભ કરાશે.
રાજયભરમાં ઉતરાયણનો તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબદ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારા જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી 'કરુણા અભિયાન' શરૂ કરાશે. તા. ૧૦ મી થી તા. ૨૦/૦૧/૨૦૨૩ દરમિયાન આ અભિયાન હેઠળ રાજયભરનાં તમામ જિલ્લા કલેકટરની તેમજ મ્યુનિસીપલ કમિશ્નરની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ વન વિભાગ, પશુપાલન વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ તંત્ર, એનીમલ વેલફેર બોર્ડ, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, વિવિધ ગૌશાળાઓ પાંજરાપોળો, વિદ્યુત બોર્ડ અને રાજયભરમાં પથરાયેલ વિવિધ જીવદયાપ્રેમી સંસ્થાઓ વચ્ચે સંકલન સાધી સઘનપણે પક્ષીઓને બચાવવાની કામગીરી સુઆયોજીત ઢબે હાથ ધરાશે. આ અભિયાનમાં જીવદયાપ્રેમીઓ અને જીવદયાક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ સાથે સંકલન કરવુ અને તેમને જીલ્લા તંત્ર સાથે આ અભિયાનમાં મોટા પાયે સાંકળવુ એ અતિ મહત્વનો અભિગમ રહેશે. આ અન્વયે દરેક જિલ્લા મુખ્ય મથકોએ હેલ્પલાઈન, વિવિધ સ્થળોએ ઓપરેશન થિયેટર તેમજ પક્ષીઓનાં સારવાર કેન્દ્રો ઉભા કરી, ઇજા થયેલ પક્ષીઓને સારવાર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં વનવિભાગ, પશુપાલન વિભાગ, પોલીસ તંત્ર, વિવિધ સરકારી તેમજ અર્ધસરકારી તંત્રો, વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ તેમજ પશુચિકિત્સક અધિકારીઓ, મહાનગરપાલીકા, માહિતી ખાતુ, ખાનગી વેટરનરી ડોકટરો સહીતનાઓને પણ સામેલ કરવામાં આવેલ છે. મકર સંક્રાંતીએ પતંગનાં દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે 'કરુણા અભિયાન-૨૦૨૩' અંતર્ગત કંટ્રોલ રૂમનો રાજકોટનાં જીવદયા પ્રેમી કલેકટર અરૂણ મહેશ બાબુનાં માર્ગદર્શનમાં થશે. જેમાં ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલય, નેશનલ એડવાઈઝરી કમિટીના મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ મહેતા, ડો. માધવ દવે, ચંદેશભાઈ પટેલ, રાહુલ ખીવસરા, ડો. શૈલેષ જાની, કેતન બોરીસાગર તથા સાથી ટીમ પણ ખાસ ઉપસ્થિત રહી સહકાર આપશે. 'કરૂણા અભિયાન'માં જુનાગઢ વેટરનરી કોલેજ તથા આણંદ વેટરનરી કોલેજના નિષ્ણાંત તબીબો, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન રાજકોટનાં ડો.નિકુંજ પીપળીયા, ડો. દીપ સોજીત્રા, ડો. ૨વી માલવીયા તથા સાથી ટીમનાં ૪૦ તબીબો પોતાની સેવા આપશે.
મકર સંક્રાંતીએ પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે તા.૧૩, તા.૧૪ તથા ૧૫ જાન્યુઆરી મકર સંક્રાંતીનાં રોજ રાજકોટના (૧) ત્રિકોણબાગ, રાજકોટ (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪), (૨) પેડક રોડ, રાજકોટ (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ | ૯૮૯૮૪ ૯૯૯૫૪) (૩) આત્મીય કોલેજ પાસે, કાલાવડ રોડ, રાજકોટ (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ | ૯૮૯૮૪ ૯૯૯૫૪), (૪) કિશાનપરા ચોક, રાજકોટ (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯/૯૮૯૮૪ ૯૯૯૫૪), (૫) માધાપર ચોકડી પાસે, રાજકોટ (મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ | ૯૮૯૮૪ ૯૯૯૫૪) તથા (૬) સંસ્થાની કાયમી, નિઃશૂલ્ક એનીમલ હેલ્પલાઇન વેટરનરી હોસ્પિટલ (જુની શ્રીજી ગૌશાળા, તુલીપ પાર્ટી પ્લોટ પાછળ, હોટલ ક્રિષ્નાપાર્ક વાળો સર્વિસ રોડ, ગોંડલ રોડ, વાવડી, રાજકોટ (મો.૯૮૯૮૦૧૯૦૫૯ / ૯૮૯૮૪૯૯૯૫૪), (૭) શેણી મેમોરીયલ ટ્રસ્ટ (એનીમલ હેલ્પલાઈન શેલ્ટર), શ્રેયાંસ સ્કૂલ પાસે, એફ.સી.આઈ. ગોડાઉન રોડ, શેઠનગર પછી તરત, પ્રિન્સેસ સ્કૂલનાં ગ્રાઉન્ડ પાછળ, જામનગર રોડ, રાજકોટ (મો.૯૮૯૮૦૧૯૦૫૯/૯૮૯૮૪૯૯૯૫૪), રાજકોટ ખાતે એમ કુલ ૭ વિશેષ કંટ્રોલરૂમ સવારે ૯ થી રાત્રીના ૭ સુધી શરૂ કરાશે.
'કરૂણા અભિયાન–૨૦૨૩' અંગેની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મોઃ ૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો. ૯૯૯૮૦ ૩૦૩૯૩) તથા એનીમલ હેલ્પલાઇન (મોઃ૯૮૯૮૦૧૯૦૫૯|૯૮૯૮૪૯૯૯૫૪) નો સંપર્ક કરવો.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.