પાટડી માલવણ અપહરણ કેસમાં એક આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો. - At This Time

પાટડી માલવણ અપહરણ કેસમાં એક આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો.


તા.03/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

પાટડી તાલુકાના માલવણ ગામે રહેતા વ્યક્તિનું ગેડીયા ગામનાં બે નામચીન શખ્સોએ અપહરણ કરી ગોંધી રાખી, માર મારી, ધમકી આપી રૂ. 1. 47 લાખ પડાવી લીધા હોવાની અને બળજબરીથી ત્રણ કોરા ચેક પણ પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાતાં ચકચાર મચી જવા પામી છે. આ કેસમાં આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે.પાટડી તાલુકાના માલવણ ગામે રહેતા અને ચામુંડા હેર આર્ટ નામની દુકાન ચલાવતા નરોત્તમભાઈ ઉર્ફે ભાવેશભાઈ મનસુખભાઈ વાળંદના પરિવારે ગઈ તા. 30/11/2021ના રોજ માલવણ ખાતે આવેલ રામજી મંદિરની પ્રતિષ્ઠા વખતે રૂ. 11 લાખ જેટલો ફાળો દાનમાં લખાવ્યો હતો. જેની જાણ આખા ગામને હતી. ગેડીયા ગામનો આયુબખાન ઉર્ફે નાથબાપુ તેમની દુકાને વર્ષોથી આવતો જતો હોવાથી રૂ. 11 લાખનાં દાનની તેને પણ ખબર પડતા તેણે કહેલું કે, તમારે બહુ પૈસા છે. હેર કટીંગની દુકાનમાં શું ધંધો કરો છો? વાતવાતમાં વિશ્વાસ કેળવી આયુબખાન ઉર્ફે નાથબાપુએ ઘરની બધી વાતો જાણી લીધી હતી. અને 27/6/2022ના રોજ સવારના સમયે નરોત્તમભાઈ ઉર્ફે ભાવેશભાઈ નું દુકાનેથી અપહરણ કરી ગેડીયા ગામે લઈ ગયો હતો. જ્યાં તેમની સાથે મારઝૂડ કરી, તમારા પરિવાર પાસેથી રૂ. 2, 47, 000, 00 લેવાના છે, નહીં આપો તો જીવતો દાટી દેવાની ધમકી આપી હતી. દરમિયાનમાં નરોત્તમભાઈના કાકાને ફોન કરી રૂપિયા મંગાવતાં કાકા રસીકભાઈ રૂ.બે લાખ લઈને આવ્યા હતા પરંતુ મોહબતખાન ઉર્ફે મોબોએ આટલા રૂપિયામાં કંઈ ન થાય, નાથબાપુએ માગ્યા છે તે 2 કરોડ 47 લાખ જ જોઈએ છે તેમ કહી ગળા ઉપર છરી મૂકી ધમકાવતા નરોત્તમભાઈ અને તેમના કાકા કરગરવા લાગ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.