આધોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના આધોઇ ગામ માં સેકટર ૫ ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T3 કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું
આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ સાહેબ તેમજ પી.એચ.સી અધોઇ ના આયુષ મેડિકલ ઓફિસર ડૉ. રોશન બલાત ના માર્ગદર્શન હેઠળ અધોઇ ૩ સબ સેન્ટર ના સેક્ટર ૫ , એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T3 કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિશોર કિશોરી ના એચ.બી ની તપાસ કરવા માં આવી હતી.જેમાં એડ઼ોલેસન્ટ કાઉન્સિલર કિરેન પાતર, સી એચ ઓ. કાજલ નીલકંઠ , એ. એન. એમ સનહેલ બેન ક્રિશ્યન આશવર્કર મધુબેન , પ્રીતિબેન , ભાવના બેન હાજર રહ્યા હતા.
જેમાં ન્યુટ્રીશન જેમાં ખોરાક ના છ ઘટકો તેમજ આઈ.એફ. એ ગોળી વિશે વિસ્તૃત માં માહિતી આપી હતી. અને એનીમીઆ વિષે સમજવાં માં આવ્યુ. ફોલિક એસિડ વધુ હોય તેવા ખોરાક લો, જેમ કે સૂકા કઠોળ, ઘેરા લીલા પાંદડાવાળા શાકભાજી, અને નારંગીનો રસ. વિટામિન સી વધુ હોય તેવા ખોરાક લો, જેમ કે સાઇટ્રસ ફળો અને તાજા, કાચા શાકભાજી. કાસ્ટ આયર્ન પોટ્સ સાથે રસોઈ તમારા ખોરાકમાં 80 ટકા વધુ આયર્ન ઉમેરી શકે છે. દરેક કિશોરી નું એચ.બી તેમજ વજન ,ઉંચાઇ કરવા માં આવ્યું હતું.
જેમા ટોટલ ૨૨ કિશોરી નુ એચ બી એક્સામીનેશન કરવામાં આવ્યું હતું જેમાં કિશોરી નું એચ.બી ઓછું હતું તેમનું કાઉન્સેલિંગ પણ કરવા માં આવ્યું હતું. સાથે અલ્પાહાર આપી ને કાર્યક્રમ ને પૂર્ણ કરવા માં આવ્યો હતો.
રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો : 9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.