સુરેન્દ્રનગર જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પાટડીના ચાર ગામમાં કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરી. - At This Time

સુરેન્દ્રનગર જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પાટડીના ચાર ગામમાં કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરી.


તા.03/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

પાટડી તાલુકાના સિધસર ગામે મંદિર ચોરીનો બનાવ બનેલ હોય જેમાં ચોરીમાં ગયેલ ચોર મુદ્દામાલ શોધી કાઢવા તેમજ જિલ્લાના ગુજસીટોક જેવા ગંભીર ગુનાના પેરોલ જમ્પ થયેલ આરોપીઓને શોધી કાઢવા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા હરેશ દુધાત સાહેબ દ્વારા બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ નું આયોજન કરેલ જે કોમ્બિંગમાં જિલ્લા પોલીસવડા હરેશ દુધાત સાહેબની અધ્યક્ષતામાં ડીવાયએસપી જે ડી પુરોહિત ધાંગધ્રા ડીવીઝન એલસીબી પીઆઇ વી વી ત્રિવેદી, એસઓજી પીઆઇ એસ એમ જાડેજા, પીએસઆઇ વી આર જાડેજા તથા એલસીબી એસઓજી અને પેરોલ ફ્લો સ્કોડના કર્મચારીઓ તથા ધાંગધ્રા તાલુકા, ધાંગધ્રા સીટી, બજાણા, પાટડી, ઝીંઝુવાડા, દસાડા, લખતર પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓ મહિલા પોલીસ, હોમગાર્ડ, જી આર ડી, વગેરે જેમાં એસપી 1, ડીવાયએસપી 1, પી.આઈ 2, પીએસઆઇ 9, એએસઆઈ, હેડ કોન્સેબલ, પોલીસ કોન્સ્ટેબલ 71, હોમગાર્ડ 20, જી આર ડી 20, એમ કુલ મળી 123 અધિકારીઓ કર્મચારીઓની અલગ અલગ ચાર ટીમો બનાવી લાઠી, હેલ્મેટ, ગેસ ગન, ટીયર ગેસ, હથિયારો, ડ્રોન કેમેરા સાથે કાર્યવાહી હાથ ધરી કોમ્બિંગ કાર્યવાહી દરમિયાન રાત્રિના સમયે સિદ્ધસર ગામે આવેલ રામજી મંદિરના તાળા તોડી મંદિરમાં અંદર પ્રવેશ કરી મંદિરમાં રાખેલ રામ લક્ષ્મણ જાનકી ઠાકોરની મૂર્તિ ચાંદીના ધનુષ મંદિરમાં રાખેલ ટોકરા મંદિરમાં રાખેલ એમ્પ્લીફાયર વગેરે જેવી ચોરી થયેલ હોય જે અંગે બજાણા પોલીસ સ્ટેશનમાં ગુનો આચરનાર શંકાસ્પદ ઈસમો બાબતે ગેડિયા, સિધસર, કામલપુર, કચોલીયા, રામગરી, ઇગરોળી વગેરે ગામોની સીમ વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી ચારે ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારમાં કોડન કરી જડતી તપાસ કરી ચોર મુદ્દામાં શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. ઉપરાંત ગેડિયા ગામે ગુજકોટ ના ગુનામાં પેરોલ જમ્પ આરોપીઓ, મહમદખાન ઉર્ફે રાજભા હુસેનખાન મલેક, ફિરોઝખાન અલીખાન મલેક તેમજ ગુજકોટના ગુનામાં નાસ્તા ફરતા આરોપી સિકંદર ખાન અનવરખાન મલેકના રહેણાંક મકાને જડતી તપાસ કરી આરોપીઓને પકડી પાડવા પ્રયત્ન કરવામાં આવેલ ગેડિયા ગામે રહેતા અગાઉ ચોરીઓમાં પકડાયેલ ઉમરખાન રહેમત ખાન મલેક, મનવરખાન અમીરખાન મલેક, ઇમરાનખાન દરિયાખાન મલેક, રિયાઝખાન અયુબખાન મલેક,સોહરબખાન બિસ્મીલાખાન મલેક વગેરે રહેણાંક મકાને ઝડતી તપાસ કરવામાં આવેલ તેમજ લખતર તાલુકાના ઈગરોળી ગામે ગુજકોટના ગુનામાં પેરલ જમ્પ આરોપીઓ, સિરાજખાન રહીમખાન જતમલક, મોહમ્મદ ખાન મલાજી જતમલેક, અમજીતખાન રસુલખાન જતમલેક, અલી ભાઈ નટુભાઈ ડફેર નાઓની તેઓના રહેણાંક મકાનો તથા મળી આવવાના સંભવિત આશ્રયસ્થાનોએ જડતી તપાસ કરી આરોપી શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સાથોસાથ ઈગરોળી ગામે રહેતા સક્રિય એસ. સી.આર ઇસમો 5 એચ.એસ.ઈસમ 1 ચેક કરી તેઓની હાલની પ્રવૃત્તિ બાબતે માહિતી એકત્રિત કરી ઉપરોક્ત કોમ્બિંગની કાર્યવાહી દરમિયાન મંદિર ચોરી શોધી કાઢવા ગુસસીટોક જેવા ગંભીર ગુનામાં કેરલ જમ્પ આરોપીઓ શોધી કાઢવા ચારેય ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારને કોડન કરી શંકાસ્પદ વાહનો ચેક કરેલ જેમાં મોટરસાયકલ ફોરવીલ કાર ટ્રેક્ટર વગેરેના આરટીઓના લગત કાગળો
ચેક કરી નંબર પ્લેટ તથા આધાર પુરાવા વગરનું મોટરસાયકલ નંગ એક મળી આવતા તેને એમ.વી.એકટ હેઠળ ડીટેઈન કરવામાં આવેલ છે ઉપરોક્ત ગ્રામ્ય વિસ્તારમાં ભંગારનો ધંધો કરતા ઇસમોને અસરકારક રીતે ચેક કરવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.