બાલાસિનોર ડમ્પીંગ સાઈડ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખતા બાયડ ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા - At This Time

બાલાસિનોર ડમ્પીંગ સાઈડ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખતા બાયડ ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા


મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલ જમિયતપુરા ગામની સિમમાં મેસર્સ મોર્ચ એન્વાયરોમેન્ટ પ્રો. પ્રા.લિ. કંપની હાલ કાર્યરત છે, જેનાથી અનેક પ્રકારે માનવ, પશુ, પક્ષી, જમીન હવા, પાણી વગેરેનું દિન પ્રતિદિન પ્રદુષણ વધતુ જાય છે. જેથી અનેક પ્રકારે નુકશાન થાય છે.

કલેક્ટરશ્રી મહિસાગરનાઓ દ્વારા તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જે શરતો આપવામાં આવેલ છે તેનો અનેક પ્રકારે ભંગ થયેલ છે, જે નીચે મુજબ છે.
(૧) ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્લાન એસ્ટીમેન્ટ તેમજ નિતિ નિયમો અને શરતો પ્રમાણે આ કંપીંગ સાઈટનું બાંધકામ કરવામાં આવેલ નથી. જેથી ડીંગ સાઇટના ખાડાના ભોંય તળિયાનુ બાંધકામ પણ તુટી ગયેલ છે. અને હાલ તેની ઉપર ઝેરી કેમિકલ વેસ્ટ કચરો નાખી ઢાંકી દેવામાં આવેલ છે.

(૨) આ ડંપીંગ સાઈટમાં જવા માટેનો રસ્તો ખાનગી માલિકીનો છે. આ જગ્યામાં કોર્ટ મેટર ચાલે છે. જેથી આ જગ્યા કોઇ પણ સંજોગોમાં તેના માલિક દ્વારા રસ્તા માટે આપી શકાય તેમ નથી. તો પણ અહિયા અવર જવરનો રસ્તો ન હોવા છતાં, NA. કરવામાં આવેલ છે, જે તદ્દન ખોટું છે. જેનો તારીખ ૧૭/૦૧/૨૦૦૬નો મનોર ઇનવેસ્મેન્ટ કંપનીના માલિકનો પત્ર સામેલ છે.
(૩) આ સાઈટની અંદર આવેલ કુવાના તેમજ બોરના પાણીમાં પણ કેમિકલવાળુ પાણી આવી જતા કંપનીનો કુવો તેમજ બોર પુરી દેવામાં આવેલ છે. આ કંપનીમાં કામ કરતા લોકો આ કુવાનુ પાણી પીવા માટે ઉપયોગમાં લેતા હતા, પરંતુ હાલ તેઓ પીવાનુ પાણી પણ બહારથી વેચાતુ મંગાવે છે. જેથી આ સાઈટથી નુકશાન ચાલુ થઇ ગયેલ છે, એ તેનું જીવતુ અને જાગતુ ઉદાહરણ છે. (નોંધ:- આ કંપનીમાં દેખાવ કરવા માટે અલગથી હાલ નવા બોર કરવામાં આવેલ છે.)

(૪) આ કંપનીની હદથી જ એસ.એસ.સી.ક્વોરીની આશરે ૯૦૦ વિદ્યા ઉપરાંતની જમીનમાં ૨૫ થી ૩૦ ફૂટ ઊંડી નાની મોટી અનેક માઈન્સ આવેલી છે. અને આ માઇન્સમાં વરસાદના પાણી ભરાવવાથી જમીનમાં રિચાર્જ થાય છે. અને આજુબાજુના ૧૦ વિસ્તારમાં આવેલ જમીનના બોર, કુવામાં પાણી જળવાય રહે છે. જેનો ઉપયોગથી આજુબાજુના ગરીબ ખેડુતો તેમજ પશુ, પક્ષીઓનો નિર્વાહ તેના પર નિર્ભર છે, કંપનીના કુવા અને બોરમાં જો કેમિકલ આવી ગયુ હોય તો આ માઇન્સોમાં પણ ચોમાસામાં આ ઝેરી કેમિકલ વાળુ પાણી પ્રદુષિત થશે. એમા કોઇ શંકા નથી. તેમજ આ પાણી પ્રદુષિત થયા પછી તેને સુધારવાનો કોઇ ઉપાય નથી.
(૫) આ સાઈટમાં પાણીના સોઇલ ટેસ્ટીંગ માટે બોર કરવાના ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્લાનમાં દર્શાવવામાં આવેલ છે પરંતુ અહિંયા કોઇ બોર કરવામાં આવેલ નથી.

(૬) ડંપીંગ સાઈટની હદથી કરણપુર જંગલ સર્વે નં ૮૧/૧ પૈકીથી ૨૮ મીટર દુર ઉત્તરે આવેલ છે. અને જંગલ

ખાતા દ્વ્રારા લેખિતમાં વિરોધ પણ કરેલ છે. તે અંગેનુ લખાણ પણ વનવિભાગ દ્વારા આપવામાં આવેલ છે.

જેથી શરતભંગ થાય છે તેમ છતાં મંજુરી આપવામાં આવેલ છે.

(૭) સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કોઇ પણ પ્રકારની આજદિન સુધી મંજુરી આપવામાં આવેલ નથી. તેમ છતાં બાંધકામ કરવામાં આવેલ છે. તેમજ આ કંપનીનું કામ ચાલુ કરવામાં આવેલ છે. જે ગેરકાયદેસર છે.

(૮) આ સાઈટથી આસપાસના વિસ્તારમાં ખુબ જ દુર્ગંધ આવે છે. જેથી પર્યાવરણને નુકશાન થાય છે તેમજ ખેતી કામ કરવા જતા ખેડૂતો તેમજ પશુપાલકોને ઘાસ ચારો લેવા જવામાં તેમજ શ્વાસોશ્વાસ લેવામાં ખુબ જ મુશ્કેલી ઉભી થાય છે. રસ્તામાં આવતી જતી ગાડીઓમાંથી આ કેમિકલ રસ્તામાં ઢોળાય છે. તેના લીધે રસ્તો પ્રદુષિત થાય છે, તેના લીધે રાસ્તા પરથી પસાર થતા આંખોમાં બળતરા થાય છે. તેમજ ગભરામણ પણ થાય છે.
(૯) જિલ્લા આરોગ્ય કચેરી મહિસાગરનાઓ દ્વારા તા. ૦૩/૦૮/૨૦૧૭ રોજ ‘ના વાંધા’ પ્રમાણપત્ર આપવામાં આવેલ છે, તે કોઇ પણ પ્રકારની સ્થળ પરિસ્થિતિ ચકાસ્યા વગર આપવામાં આવેલ છે જે તદ્ન ખોટું છે.

(૧૦) કલેક્ટરશ્રીએ કરેલા તારીખ ૨૫/૧૧/૨૦૧૬ના પત્રમાં જણાવેલ શરત નં.૭માં દર્શાવ્યા મુજબ ૬ માસમાં મુંબઇ જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ની કલમ ૬૫(ખ) અન્વયેની મંજુરી મેળવાની હતી, પરંતુ આ મંજુરી ૬ માસની જગ્યાએ ૧૧ માસ ઉપરાંતના સમય પછી મંજુરી આપવામાં આવી છે. જે શરત ભંગ થાય છે. તો આ મંજુરી આપો આપ રદ થાય છે.

(૧૧) ગ્રામ પંચાયતની મંજુરી વગર મધ્ય ગુજરાત વિજ કે લિ. દ્વારા વિજળીનું કનેક્શન ખોટી રીતે આપવામાં આવેલ છે.

(૧૨) આ સાઈટથી આશરે ૬ કિ.મી.ના અંતરે વિશ્વનો વિશ્વ વિખ્યાત બીજાના નંબરનો રૈયોલી ડાયનાસોર પાર્ક આવેલ છે. જેને નુકશાન થવાની શક્યતાઓ રહેલી છે.

આ બાબતે આશરે ૫૦થી વધુ આવેદનપત્રો જેમાં શાળાના બાળકોએ પણ આવેદનપત્રો આપેલ હોવા છતાં આજ સુધી કોઇ પણ કાર્યવાહિ કરવામાં આવેલ નથી. આ બાબતે ૭ થી વધુ વ્યક્તિઓ આમરણાંત ૭ ઉપવાસ પર બેઠા હતા પરંતુ તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારની કાર્યવાહિ હાથ ધરવામાં આવેલ ન હતી. માત્રને માત્ર ખોટા દિલાસાઓ જ આપવામાં આવેલ હતા.

ઉપરોક્ત તમામ શરતોનો ભંગ થાય છે તેમજ નિતિ નિયમોનો ભંગ થયેલો છે, તેથી આ ડમ્પિંગ સાઇટ
ઉપરોક્ત તમામ શરતોનો ભંગ થાય છે તેમજ નિતિ નિયમોનો ભંગ થયેલો છે, તેથી આ ડમ્પિંગ સાઇટ કાયમી ધોરણે બંધ કરવી તેમજ આ ઝેરી કેમિકલનો વેસ્ટ ઘન કચરો ખોટી રીતે તંત્રની બેદરકારીથી આંખ આગળ આડા કાન કરી નાખવામાં આવેલ છે. જેનાથી કોઇ પણ પ્રકારનુ નુકશાન થશે, જેના માટેની જવાબદારી જે તે વિભાગના તંત્રની રહેશે. જેની તંત્રએ નોંધ લેવી.

બાયડ તાલુકા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા,મહિસાગર જિલ્લા ઠાકોર સેના પ્રમુખ કિરીટસિંહ ઝાલા,ખેડા જિલ્લા ઠાકોર સેના પ્રમુખ ઈશ્વરસિંહ પરમાર દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પેટલ ને રૂબરૂ મળી ડંપીંગ સાઈડ બંધ થાય તે માટે લેટર આપવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.