પરિણીત સરકારી કોન્ટ્રાક્ટરે મહિલા વકીલને અંધારામાં રાખી મંદિરમાં લગ્ન કર્યા, 2.41 લાખ પણ ઓળવી ગયો
લગ્નના થોડા દિવસ બાદ કોન્ટ્રાક્ટરે કહ્યું કે, પોતે પરિણીત છે અને દીકરી પણ છે.
શહેરના નાણાવટી ચોક પાસે, ભરતવન સોસાયટી-3માં રહેતી ભાવિનીબેન રમેશભાઇ માકડિયા નામની મહિલા વકીલે વેરાવળ રહેતા નિકુંજ ભરત ચાંડેગરા સામે પોતાને અંધારામાં રાખી લગ્ન કર્યાની તેમજ પોતાની પાસેથી કટકે કટકે નાણાં મેળવી વિશ્વાસઘાત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મહિલા વકીલ ભાવિનીબેનની ફરિયાદ મુજબ, અગાઉ તેના 2019માં લગ્ન થયા હતા. મનમેળ નહિ થતા 2020માં છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા બાદ માતા-પિતા સાથે રહીને વકીલાતની પ્રેક્ટિસ કરે છે. દરમિયાન લગ્નવાંછુકની સાઇટ પર ગત નવેમ્બર મહિનામાં નિકુંજ સાથે ઓનલાઇન પરિચય થયો હતો.
બાદમાં બંનેએ મોબાઇલ નંબરની આપ-લે કર્યા બાદ વાતચીત કરતા હતા. ત્યાર બાદ તા.24-11ના રોજ નિકુંજને રાજકોટ મળવા માટે બોલાવ્યો હતો. બંને મળ્યા બાદ પોતાના વ્યવસાય સહિતની વિગત જણાવ્યા બાદ નિકુંજે તે ગવર્નમેન્ટ કોન્ટ્રાક્ટર લેબર સપ્લાયનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.