વિદ્યાર્થીઓએ ઘરે-ઘરે જઇ 28 હજાર ગરમ વસ્ત્રો એકઠા કર્યા, જરૂરિયાતમંદોને આપી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી
વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ કાતિલ ઠંડીમાં સેવાની હૂંફ પ્રસરાવી: શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને બિરદાવ્યા.
વિરાણી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ એક અલગ અંદાજમાં 31 ડિસેમ્બરની માનવીય અભિગમ સાથે ઉજવણી કરી હતી. જેમાં ‘સેવાની હૂંફ” અંતર્ગત સ્કૂલના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી તેમજ આસપાસના વિસ્તારમાંથી સારા, પહેરવાલાયક વસ્ત્રો એકઠા કર્યા હતા અને કુલ 28,008 વસ્ત્ર શાળામાં અર્પણ કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.