બનાસકાંઠા જિલ્લાનું ડીસા ગામ ખાતે આથમણી દિશા ધાણધાર દરજી વિકાસ મંડળનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
તારીખ ૦૧/૦૧/૨૦૨૩ ના રોજ જલારામ મંદિર ડીસા હાઇવે પાલનપુર ખાતે ઈનામ વિતરણ કાર્યક્રમમાં સમારંભ ના અધ્યક્ષ પોપટલાલ એમ.દરજી ( કુંભસંણ) ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો
મંત્રી શ્રી જેસુંગલાલ દરજી સ્વાગત પ્રવચન કરી મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી મહેમાનોનું ફૂલ બુકે આપી સન્માન કરાયું હતું સમાજના ડોક્ટર બનેલ દીકરા દીકરી તથા મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું તથા સોપાન ,ધોરણ ૧ થી ૧૨ તથા કોલેજ કક્ષાના ૧ થી ૩ નંબર મેળવનાર વિદ્યાર્થીઓનું પણ શાલ ઓઢાડી સન્માન કરી પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા હતા આ સાથે
ભોજન દાતા શ્રી રાજુભાઇ આર.દરજી તથા જગદીશભાઈ સી.દરજી ના સૌજન્ય દાતાશ્રીઓ તથા મુખ્ય અતિથિ ડૉ. પ્રિયેશ દરજી( પાલનપુર), ડૉ.દેવેન્દ્ર ચૌહાણ ( પ્રદેશ સંગઠન મંત્રી અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના), વિશિષ્ટ અતિથિ શ્રી અનીકેતભાઈ ઠાકર ( ધારાસભ્ય શ્રી પાલનપુર) તથા મુખ્ય મહેમાન શ્રીઓ મુકેશભાઈ ડી દરજી ( એ.એસ.આઈ), સુરેશભાઈ કે દરજી ( સાસમ ), રમેશભાઈ ડી દરજી ( ચડોતર), સુરેશભાઈ વી.દરજી ( મેતા), સંજયભાઈ કે દરજી , રાજેશભાઈ ડી દરજી ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેશ ડી.ચૌહાણ ( ટાકરવાડા ) તથા રમેશભાઈ દરજી ( જગાણા ) એ કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા દાતાઓ, મંડળની કારોબારી એ ખૂબ જ જહેમત ઉઠાવી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.