સાબરકાંઠા જિલ્લામાં-: પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ,હિંમતનગર બી-ડીવીઝન અને એસપી ઈલેવન વચ્ચે મેચ યોજાઈ જેમાં એસ.પી.ઈલેવનનો 50 રને વિજય થયો..... - At This Time

સાબરકાંઠા જિલ્લામાં-: પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ,હિંમતનગર બી-ડીવીઝન અને એસપી ઈલેવન વચ્ચે મેચ યોજાઈ જેમાં એસ.પી.ઈલેવનનો 50 રને વિજય થયો…..


સાબરકાંઠા જિલ્લામાં-: પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ,હિંમતનગર બી-ડીવીઝન અને એસપી ઈલેવન વચ્ચે મેચ યોજાઈ જેમાં એસ.પી.ઈલેવનનો 50 રને વિજય થયો.....
-----------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-: પોલીસની ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ થયો હતો.હિંમતનગર અને ઇડર ડીવીઝનમાં પોલીસ ટીમો વચ્ચે લીગ મેચો શરુ થઇ હતી.હિંમતનગર ડીવીઝનની પ્રથમ મેચ પોલીસ ગ્રાઉન્ડ ખાતે એસપી ઈલેવન અને બી-ડીવીઝન ઈલેવન વચ્ચે યોજાઈ હતી.એસપી ઈલેવનનો 50 રને વિજય થયો હતો.પોલીસની 16 ટીમો વચ્ચે લીગ મેચો યોજાશે..

ત્યારબાદ ક્વાર્ટર ફાઈનલ,સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ હિંમતનગર પોલીસ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.16 ટીમો વચ્ચે લીગ મેચનો આજથી પ્રારંભ સાબરકાંઠા જીલ્લામાં પ્રથમવાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે જીલ્લાના 14 પોલીસ સ્ટેશનની 14 ટીમો અને હેડક્વાર્ટસની એક અને એસપી 11 એમ કુલ 16 ટીમો વચ્ચે લીગ મેચનો આજથી પ્રારંભ થયો છે.હિંમતનગર ડીવીઝનની 8 ટીમોની હિંમતનગરમાં પોલીસ ગ્રાઉન્ડ અને ઇડર ડીવીઝનની 8 ટીમોની ઇડર ગઢ નજીક મેદાનમાં લીગ મેચો રમાશે.તો એક દિવસની સવારે અને સાંજે એમ બે મેચો યોજાશે.તો બંને ડીવીઝનમાંથી ચાર-ચાર વિજેતા ટીમો વચ્ચે હિંમતનગર પોલીસ ગ્રાઉન્ડ પર ક્વાટર ફાઈનલ,સેમી ફાઈનલ અને ફાઈનલ મેચો યોજાશે..

એસપી ઈલેવનનો 50 રને વિજય થયો સાબરકાંઠા પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી બંને ડીવીઝનમાં પ્રારંભ થયો છે.હિંમતનગર ડીવીઝનમાં હિંમતનગર પોલીસ ગ્રાઉન્ડ પર પ્રથમ મેચ એસપી ઈલેવન અને બી-ડીવીઝન પોલીસ ટીમ વચ્ચે 12 ઓવરની મેચ યોજાઈ હતી.જેમાં બી-ડીવીઝને ઈલેવન ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લીધી હતી.તો એસપી ઈલેવન ટીમે બેટીંગની શરૂઆત કરી હતી.જેમાં એસપી ઇલેવને 12 ઓવરમાં 128 રન કર્યા હતા અને 129 રન કરવાનો ટાર્ગેટ બી-ડીવીઝન ઈલેવનને આપ્યો હતો.તો જવાબમાં બી-ડીવીઝન ઇલેવને 12 ઓવરમાં 79 રન કરી ઓલ આઉટ થઇ ગઈ હતી.એસપી ઈલેવનનો 50 રને વિજય થયો હતો.ફાઈનલ મેચ હિંમતનગરના પોલીસ ગ્રાઉન્ડ પર યોજાશે સાબરકાંઠા જીલ્લા પોલીસ વિભાગના અધિકારીઓ અને પોલીસ કોન્સ્ટેબલો આજે ક્રિકેટ ટુર્નામેન્ટમાં હિંમતનગરના પોલીસ ગ્રાઉન્ડ પર પ્રથમ મેચમાં ખેલાડીઓ બની ગયા હતા.તો બોલિંગ,બેટિંગ કે પછી ફિલ્ડીંગમાં પોતાની ટીમને જીતાડવા માટે એકબીજાને ઉત્સાહિત કરતા જોવા મળ્યા હતા.રન બચાવતા અને ફટકો મારી રન બનાવતા પણ જોવા મળ્યા હતા..

આ અંગે જીલ્લા પોલીસ વડા વિશાલકુમાર વાઘેલાજી એ જણાવ્યું હતું કે જીલ્લામાં પ્રથમ વાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.આ ક્રિકેટ ટુર્નામેન્ટ સાત દિવસ ચાલશે જેનો આજથી પ્રારંભ થયો છે.તો સાત દિવસ બાદ રવિવારે ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ હિંમતનગરમાં પોલીસ ગ્રાઉન્ડ પર યોજાશે.

રિપોર્ટર
મોહમ્મદ શફી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.