લાઠી મોરારીબાપુ ની "માનસ શંકર" રામકથા સંપન્ન મુખ્ય યજમાન શંકર પરિવાર દ્વારા અનેકો સામાજિક પ્રદાનો કરતી રામકથા ની ભવ્યાતિભવ્ય પુર્ણાહુતી - At This Time

લાઠી મોરારીબાપુ ની “માનસ શંકર” રામકથા સંપન્ન મુખ્ય યજમાન શંકર પરિવાર દ્વારા અનેકો સામાજિક પ્રદાનો કરતી રામકથા ની ભવ્યાતિભવ્ય પુર્ણાહુતી


કલાપીનગર લાઠી શહેર માં મુખ્ય યજમાન શંકર પરિવાર આયોજિત મોરારીબાપુ ની "માનસ શંકર" દ્વારા અનેકો સામાજિક પ્રદાનો કરતી રામકથા ની પુર્ણાહુતી  રામકથાના પ્રારંભમાં રામકથા સેવા સમિતિ લાઠી, શિવમ જવેલ્સ, અને શંકર પરિવાર વતી લાઠીમાં સામાજિક સેવા કરતી સંસ્થાઓના પદાધિકારીઓ નું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું...

રામકથા સાંભળવા પધારેલા તમામ શ્રોતાજનોનું ઉષ્માભર્યું સ્વાગત ચિ. હિત રમેશભાઈ શંકર દ્વારા કરવામાં આવ્યું...કથામાં પધારેલા માનનીય ધારાસભ્ય અને શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઇ શિરોયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમણે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું...સમાપન તરફ આગળ વધી રહેલી રામકથાને શ્રી ઘનશ્યામભાઈ શંકર દ્વારા સંબોધન અને આભાર વિધિ કરવામાં આવી..કથાની શરૂઆતમાં પૂજ્ય બાપુએ યુવાનોને સંબોધીને કહ્યું હતું કે છોકરાવ નીતિ થી કામ કરજો નિંદ્રા સારી આવશે, નિંદ્રા સારી આવશે તો તબિયત સારી રહેશે અને તબિયત સારી હશે તો મન પ્રસન્ન રહેશે મન પ્રસન્ન હશે તો તમારું ઘર જ અવધ બની જાશે...કામ રીતિ થી કરીયે અને રામને પ્રીતિ કરીએ...દામ રીતિ થી વાપરીએ, શંકર પરિવારે કેન્દ્ર માં રહેલી રામકથાને માધ્યમ બનાવીને, આધ્યાત્મિક, સામાજિક, સાંસ્કૃતિક, પર્યાવરણ અને રાષ્ટ્ર ઉપયોગી કાર્યો કર્યા છે એમાં મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું, ઘનશ્યામભાઈએ પોતે કરી રહેલા સેવાકાર્યો માટે નિમિત્ત બનવાનો આનંદ વ્યક્ત કરીને પૂજ્ય બાપુને કોઈ સેવા માટે વિનંતી કરી હતી ત્યારે બાપુએ જણાવ્યું હતું કે ભાઈ તમારી સેવા પરાયણતા થી મન અતિ પ્રસન્ન થયું છે, સમાજસેવાના શુભ કાર્યો કરતા રહેજો...કથા પ્રવાહને આગળ વધારતા પૂજ્ય બાપુએ આજે બાલકાંડ, અરણ્યકાંડ, ક્રિષ્કીન્ધાકાંડ, સુંદરકાંડ, અયોધ્યાકાંડ, લંકાકાંડ ના સૂત્રોની સરળ ભાષમાં રજૂઆત કરી હતી, અનેક દ્રષ્ટાંત ઉદાહરણ, અને ઓઠા દ્વારા પૂજ્ય બાપુએ પર બ્રહ્મ ભગવાન શ્રીરામના જીવન ચરિત્રનું સુંદર વર્ણન કરીને સૌને ભાવવિભોર કરી દીધા હતા...સુખના દિવસો બહુ જલ્દી વીતી જતા હોય છે, રામરસ માં મગ્ન થયેલા સૌ કોઈને કથા સમાપન તરફ જતા બહુ દુઃખની લાગણીઓ થઇ રહી છે ત્યારે બાપુએ સમજાવ્યું હતું કે હરિ અનંત હરિ કથા અનંતા રામકથા તો સદૈવ નિત્ય નુત્તન છે એને સમયકાળનો કાટ ક્યારેય લાગી શકે નહીં કથાઓ તો આપણી આધ્યાત્મિક, સાંસ્કૃતિક વિરાસત છે, સમાજને હંમેશા સુંદર જીવન તરફ લઇ જાય છે..

જૈન પરંપરાના ભગવાન મહાવીરની ઓરા ની સુંદર રજૂઆત કરવામાં આવી હતી, મહાવીર જ્યાં પણ હોય તેમની આભા 4 જોજન સુધી વિસ્તરતી હતી, અને સમાજને આંદોલિત કરતી હતી. આજે પૂજ્ય બાપુએ જૈન સંત અને વિશ્વેએક્યની ભાવના ભાવનારા ચિત્રભાનુજી ને પ્રેમથી યાદ કર્યા હતા અને મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયા માં વહ્યા કરો શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહો ગાઈને સરસ સંદેશ આપ્યો હતો..કથા દરમિયાન પૂજ્ય બાપુના શ્રીમુખે થી ઉદ્ભવેલા હૃદયસ્પર્શી ઉદગાર.

પરમાત્મા તરફનો દિવ્ય પ્રેમ પરમ તરફ દોરી જાય છે..

સાધુતા એ સરળ સદગ્રંથ છે..મારી રામકથા તો પ્રેમયજ્ઞ છે...પરમાત્માના કામો તો યુવાનોએ જ કરવા જોઈએ...રામસેતુ પાસે થી સમાજને જોડવાની શીખ મળે છે..ગણિતની બાર હોય એ રામકથા, તેમાં ગણતરીઓ ચાલતી નથી...રામકથા માં વાણી દ્વારા મેં ભગવાન શિવને અભિષેક કર્યો છે, હમીરજી ગોહિલ, ભગવાનજીદાદા શર્મા, અને કલાપી મને રામકથા ગવરાવતા હોય એવી અનુભૂતિ થઇ છે, પ્રેમનગર લાઠીની ભૂમિને અને મહાપુરુષોની ચેતનાને હું વંદન કરું છું..એમ કહી રામકથા અને પોતાની વાણીને પૂજ્ય બાપુએ વિરામ આપ્યો હતો...

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.