ચોટીલાની સરકારી હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ.
તા.01/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
એક બાજુ કોરોનાના મહામારીનો ફરી હાઉ ઉભો થયો છે. તો બીજી બાજુ ચોટીલા સરકારી હોસ્પીટલમાં ઓક્સિજન પ્લાન્ટની લીકેજ નળી રીપેર કરવા જેવી સમાન્ય બાબતમાં ઘોર ઉદાસીનતા સામે આવી છે પરીણામે ઓક્સિજન પ્લાન્ટ હાલ બંધ હાલતમાં હોવાનું જાણવા મળેલ છે આ અંગેની જાણવા મળતી વધુ વિગત એવી છે કે, કોરોના મહામારીનાં ફરી ઉભા થયેલા હાઉ વચ્ચે રાજ્ય સરકારની સુચનાથી તાજેતરમાં સરકારી હોસ્પીટલોમાં કોરોના સામે લડવાની તૈયારીનાં ભાગરૂપે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું.હજુ ગત મંગળવારે જ ચોટીલાની રેફરલ હોસ્પીટલમાં પણ મોકડ્રીલ યોજાઈ હતી. ચોટીલા તાલુકાનાં અંદાજે 84 જેટલા ગામડાનાં લોકો માટે આશિર્વાદ સમાન એવી આ હોસ્પીટલમાં આવેલ ઓક્સિજન પ્લાન્ટની નળી મોકડ્રીલનાં દિવસથી લીકેજ થવા છતાં તેને ફરી રીપેર કરી ફીટ કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. આ નળીનાં ફીટીંગ માટે એન્જીનીયરને બોલાવવા છતા એન્જીનીયર આવ્યો નથી. હાલમાં પ્લાન્ટ બંધ હોવાનું જાણવા મળેલ છે. કોરોનાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે ચોટીલાનાં શું દર્દીઓને ઈમરજન્સી દરમ્યાન રાજકોટ-સુરેન્દ્રનગર દોડવું પડશે.? તેવા સવાલો ઉઠી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.