દસાડા-માલવણ હાઇવે ઉપર પોલીસનાં નામે ઉઘરાણું કરતા ત્રણ શખ્સો ઝડપાયા.
તા.01/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
દસાડાથી માલવણ હાઇવે પર રાત્રીના સમયે ખાનગી વાહનોમાં આવતી નકલી પોલીસ દ્વારા વાહનચાલકો પાસેથી નાણા ઉઘરાવાતા હોવાની વ્યાપક બુમરાડો ઉઠવા પામી હતી ત્યારે દસાડા હાઇવે પરથી નકલી પોલીસ બની વાહનચાલકો પાસેથી રૂ. 200નું ઉઘરાણુ કરતા ત્રણ શખ્સો એસીબીના છટકામાં ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. મોરબી એસીબી ટીમે ત્રણ શખ્સોને પોલીસના બોર્ડ લખેલી અલ્ટો કાર, ત્રણ મોબાઇલ અને અને રોકડ રકમ મળી રૂ.1,06, 810 સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે પાટડી તાલુકાના દસાડા-સાવડા હાઇવે પર અને માલવણ હાઇવે પર રાત્રે નિકળતા વાહનચાલકો પાસે ખાનગી વાહનોમાં આવતી નકલી પોલીસ દ્વારા પોલીસ હોવાનો રોફ જમાવી વાહનચાલકો પાસેથી ગાડીના કાગળ અને લાયસન્સ સહિતના ડોક્યુમેન્ટ્સ ચકાસી રૂ.100 થી રૂ.1000 ના ઉઘરાણા કરાતા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી હતી જે અંગે મળેલી ફરીયાદના આધારે મોરબી એસીબીના પી.આઇ જે.એમ.આલ સહિતના મોરબી એસીબી સ્ટાફે છટકું ગોઠવ્યું હતુ મોરબી એસીબી ટીમે દસાડા અને સાવડા ગામ વચ્ચેથી પોલીસનું બોર્ડ લખેલી અલ્ટો કાર સાથે નકલી પોલીસ બની વાહન ચાલક પાસેથી રૂ.200 નું ઉઘરાણું કરી રહેલા મયુદિન કેશુભાઇ સોલંકી,ઇમરાન અબ્દુલ ઢમઢમા અને અવેશ સિકંદર પરમારને લાંચની રૂ. 200 ની રકમ સાથે આ ત્રણેય શખ્સો પાસેથી પોલીસના બોર્ડ લખેલી અલ્ટો કાર, ત્રણ મોબાઇલ અને અને રોકડ રકમ મળી રૂ.1,06,810 સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.મોરબી એસીબીના આ દરોડામાં પી.આઇ જે.એમ. આલ, મદદનીશ નિયામક વી. કે. પંડ્યા (એસીબી-રાજકોટ) સહિતનો એસીબી સ્ટાફ સાથે હાજર હતો ત્યારે દસાડા હાઇવે પરથી નકલી પોલીસ બની વાહનચાલકો પાસેથી રૂ. 200 નું ઉઘરાણુ કરતા ત્રણ શખ્સો એસીબીના છટકામાં ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. દસાડા માલવણ ચોકડીની વચ્ચેથી પસાર થતાં ટ્રક તથા અન્ય વાહનો પાસેથી તોડપાણી કરતા ત્રણ નકલી પોલીસને મોરબી એસીબીની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.