દલવાડાના ડોડિયાણી ફળિયામાંથી ધરના આંગણે આવી ચઢેલા 5.5 ફૂટના મગરનું રેસ્ક્યુ કરાયું
શહેરા
શહેરા વન વિભાગ ની ટીમ અને મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડમી શહેરા દ્વારા અંદાજિત 5.5 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.
આ મગર દલવાડા વિસ્તારના ડોડીયાની ફળિયના પટેલ બાઘરસિંહ અખમસિહ ના ઘરના આંગણામાં આવી જતા ભયનો માહોલ સર્જાયો હતો જેની જાણ થતાં આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને આશ્ચર્ય મુકાય ગયા હતા જેની જાણ ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી. અને આર.એફ.ઓ આર.વી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ વન વિભાગ ની ટીમ ફોરેસ્ટર જેં.વી પુવાર , એમ જી ડામોર, બી ડી જરવરિયા, આર એમ રાઠોડ અને મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુટ ટ્રેનિંગ એકેડમી ના મનજીત વિશ્વકર્મા દ્વારા મગરનું રેસ્ક્યુ કરીને સહી સલામત વિજાપુર વિસ્તારના તળાવ માં છોડી દેવામાં આવ્યો હતો.
રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.