આજે સિહોર નગરપાલિકા દ્વારા ફાયર એન. ઓ. સી બાબતે મંદિર તથા મસ્જિદના સંચાલકોને રૂબરૂ બોલવામાં આવ્યા
સિહોર નગરપાલિકા ના ચીફ ઑફિસર શ્રી મારકણા સાહેબ તથા ફાયર ઓફીસર કૌશિકભાઈ રાજ્યગુરુ દ્વારા મંદિર તથા મસ્જિદ ના સંચાલકો ને બોલાવી તેઓ ને જણાવામાં આવ્યું કે જો તમારી જગ્યા ચારે તરફ થી પેક હોય અને આગ ની ઘટના બનવાની શક્યતા વધારે જણાય એમ હોય તો ફાયર એન. ઓ સી લેવું જોઈએ.તે ઉપરાંત એ પણ જણાવવામાં આવ્યું કે તમારી જગ્યા પર રસોડું,ભોજન હોલ વગેરે જગ્યા પર ફાયર ના બાટલા (ફાયર એક્સટિંગ્યુસર) રાખવા જેના થી કોઈ પણ ઘટના બને તો તેને પહોંચી વળાય. એ સમયે પ્રગટેશ્વર મંદિર,મોંઘી બા ની જગ્યા, ગૌત્મેશ્વર મંદિર,મુક્તેશ્વર મંદિર અને ગરીબશા પીર દરગાહ વગેરે ના સંચાલકો હાજર રહેલ હતા. મંદિર તથા મસ્જિદ ના સંચાલકો દ્વારા ચીફ ઑફિસર તથા ફાયર ઓફીસર ને એમ જણાવામાં આવ્યું છે કે અમારી જગ્યા બધી બાજુ થી ઓપન (ખુલ્લી) છે તો અમારે ફાયર એન. ઓ. સી ની જરૂરિયાત છે નહિ. અને સાથે સંચાલકો દ્વારા એ પણ જણાવામાં આવ્યું છે કે ભવિષ્ય માં જરૂર જણાય તો અમે ફાયર ના બાટલા (ફાયર એક્સટિંગ્યુસર) વગેરે વસાવી લેશું. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.