બાળવૈજ્ઞાનિકોની અજાયબીભરી કૃતિઓ નિહાળી આશ્ચર્યનો અહોભાવ વ્યક્ત કરતાં મુલાકાતીઓ
બાળવૈજ્ઞાનિકોની અજાયબીભરી કૃતિઓ નિહાળી આશ્ચર્યનો અહોભાવ વ્યક્ત કરતાં મુલાકાતીઓ
પ્રાથમિક-માધ્યમિક સહિત કુલ-૩૫ કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી
ગઢડાના અડતાળા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ આધારિત પ્રદર્શન સંપન્ન
ગઢડાની અડતાળા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ ત્રિદિવસય જિલ્લા કક્ષાનો પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓ માટેનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ અધારિત પ્રદર્શન મેળો આજરોજ સંપન્ન થયો છે. પ્રાથમિક માધ્યમિક સહિત કુલ-૩૫ કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં તમામ બોટાદ જિલ્લાના ચારેય તાલુકાઓની પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળાના ૭૦ બાળ વૈજ્ઞાનિકો તથા ૩૫ જેટલાં માર્ગદર્શક શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગઢડા તાલુકાની ૩૧ પ્રાથમિક શાળાના ૨૫૫૪ બાળકોએ જિલ્લાકક્ષાના પ્રદર્શનની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં સંગીત સંધ્યા ગામ સફાઇ તથા સાંસ્કૃતિક કાર્યક્રમની ત્રિવિધ સરવાણીનો બાળકો તેમજ ગ્રામજનોએ વિશાળ સંખ્યમાં લાભ લીધો હતો.
આ વિજ્ઞાનમેળામાં વિવિધ કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. નાયબ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી પી.ડી.મોરીએ જણાવ્યું હતું કે, મનુષ્ય જીવન વિકાસમાં વૈજ્ઞાનિક માનસ હંમેશા અગ્રેસર રહ્યું છે. બાળમાનસથી જ વૈજ્ઞાનિક અભિગમ વિકસિત કરતો ગુજરાત શિક્ષણ વિભાગનો કાર્યક્રમ એટલે ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ આધારિત વિજ્ઞાન પ્રદર્શન મેળો. આવા જ્ઞાનસભર મેળાઓથી બાળકોમાં રહેલી આંતરિક પ્રતિભા ખીલી ઉઠે છે જે દેશ માટે ભવિષ્યમાં ફાયદાકારક છે.
આ વિજ્ઞાનમેળામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ વીરાણી, ઉપ પ્રમુખશ્રી ધીરૂભાઇ બાવળીયા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમમન શ્રીમતી દયાબેન અણિયાળીયા, નિવૃત નાયબ નિયામકશ્રી આર.એસ.ઉપાધ્યાય, ડાયટ પ્રાચાર્યશ્રી સહિતના શિક્ષણવિદો તેમજ અગ્રણીઓ, અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
Report, Nikunj Chauhan
7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.