જસદણ થી ઘેલા સોમનાથ સુધીનો રસ્તો અતિ બિસ્માર હોવાથી આ રસ્તા ઉપરના ખાડાઓ તત્કાલીક બુરી અને રીપેરીંગ કરવાની માગણી પ્રજાજનોમાંથી ઉઠવા પામી છે
સમગ્ર સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ ઘેલા સોમનાથને જોડતો જસદણ થી ઘેલા સોમનાથ સુધીનો રસ્તો અતિ બિસ્માર હોવાથી આ રસ્તા ઉપરના ખાડાઓ તત્કાલીક બુરી અને રીપેરીંગ કરવાની માગણી પ્રજાજનોમાંથી ઉઠવા પામી છે.
જસદણ થી ૧૮ કિલોમીટર દૂર ઘેલા સોમનાથ મહાદેવનું પવિત્ર યાત્રાધામ આવેલું છે. સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને ઘેલા સોમનાથ જવા માટે જસદણથી પસાર થવું પડે છે અને યાત્રીકો જસદણ થી ગઢડીયા માધવીપુર થઈને ઘેલા સોમનાથ ખાતે જાય છે. આ રસ્તા ઉપર અનેક જગ્યાએ નાના મોટા મોટા ખાડાઓ પડ્યા છે જેને લીધે અવારનવાર અકસ્માત પણ થાય છે. ૧૮ કિલોમીટરના આ રસ્તા ઉપર અંદાજે ૨૧૦ થી વધુ નાના મોટા ખાડા પડ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ઘેલા સોમનાથ આવતા યાત્રીકો ઉપરાંત આ વિસ્તારના ગામડાઓ ગઢડીયા, શિવરાજપુર, ઘેલા સોમનાથ, ગોડલાધાર, માધવીપુર, નવાગામ, આંબરડી, સોંમપીપળીયા, મોઢુકા સહિતના ગામડાઓને તાલુકા મથક જસદણ સાથે જોડતો આ રસ્તો છે. આ ઉપરાંત જસદણ તાલુકાને ગઢડા તાલુકા સાથે જોડતો પણ આ રસ્તો છે. આમ સતત ટ્રાફિકથી ધમધમતો આ રસ્તો અતિ જર્જરિત અને ઉબડ ખાબડ થઈ ગયો છે. આ રોડ નવો બનાવવા માટે વહીવટી મંજૂરી, તાંત્રિક મંજૂરી, ટેન્ડર પ્રક્રિયા બજેટ ફાળવણી સહિતની બાબતોને કારણે લાંબો સમય લાગે તેમ છે પરંતુ આ રોડ નવો બંને ત્યાં સુધી લોકોને રાહત રહે તે માટે આ રોડ પરના ખાડાઓ પૂરી પેચવર્ક કરી રસ્તો લોકોને ઓછી મુશ્કેલી પડે તે માટે રસ્તાનું સમારકામ કરવા લોકોની માગણી છે.
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.