પ્રેમિકાની ઉંમર નાની હોવાથી પરિવારજનોએ સંબંધની ના પાડતા કોળી યુવકે એસિડ પી લીધું
વેલનાથપરામાં પ્રેમિકાની ઉંમર નાની હોવાથી પરિવારે હમણાં લગ્ન કરવાની ના પાડતાં પ્રકાશ કોળી નામના યુવકે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર, ખોખળદળ પુલ પાસે આવેલ વેલનાથપરામાં રહેતાં પ્રકાશ મનસુખભાઇ ઝંઝીવાડિયા (ઉ.વ.21) ગતરોજ સાંજે પોતાના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. વધુમાં, યુવકના પરિવારજનોએ જણાવ્યા અનુસાર, તે તેલ અને શેમ્પુ બનાવતાં કારખાનામાં મજૂરીકામ કરતો હતો, ત્યાં જ કામ કરતી સગીરા સાથે બે વર્ષ પહેલાં પરિચયમાં આવ્યા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો. જે બાદ બે વાર સગીરા તેમના ઘરે આવી હતી
જેને પરિવારજનોએ સમજાવી હતી કે, તારી ઉંમર નાની છે એટલે તું ઘરે ચાલી જા, ગતરોજ ફરીથી સગીરા તેના ઘરે આવી હતી અને હું અહીંયા રહીશ તેવું કહેતાં બન્નેને પરિવારજનોએ ફરીથી સમજાવી સગીરાને તેના ઘરે મોકલી દિધી હતી, જેનું માઠું લાગી આવતા પગલું ભર્યું હતું. યુવક ત્રણ ભાઈમાં વચ્ચેટ અને પિતા ખેતી કામ કરે છે. બનાવ અંગે પોલીસે વધું તપાસ આદરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.